કૉન્ગ્રેસનો અણ્ણા પર વળતો ઉગ્ર પલટવાર

13 December, 2011 09:30 AM IST  | 

કૉન્ગ્રેસનો અણ્ણા પર વળતો ઉગ્ર પલટવાર



કૉન્ગ્રેસના મેમ્બર હનુમંત રાવે કહ્યું હતું કે ‘અણ્ણા કારણ વગર રાહુલ પર નિશાન સાધીને તેની ઇમેજ ખરાબ કરી રહ્યા છે. આને કોઈ સંજોગોમાં સહન ન કરી શકાય.’

સ્ટીલ મિનિસ્ટર બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે ‘વિરોધ પક્ષ રાહુલ ગાંધીથી ડરે છે અને અણ્ણા જાણે તેમના પ્રવક્તા બની બેઠા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિ જેવા લાગે છે. અણ્ણા કૉન્ગ્રેસને ડરાવવાનો પ્રયાસ કરે છે. અમે કાંઈ તેમનાથી ડરવાના નથી.’