Congress Chintan Shivir: ચિંતન શિબિરમાં `એક પરિવાર, એક ટિકિટ` પર સહેમતિ

13 May, 2022 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Congress Chintan Shivir: રાજસ્થાનના ઉદયપુરમાં કૉંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. કૉંગ્રેસ નેતા અજય માકણે જણાવ્યું કે સંમેલન દરમિયાન પાર્ટીમાં `એક પરિવાર, એક ટિકિટ` પર સર્વસમ્મતિ બની છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

આગામી લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસે સંગઠનના પેચ મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં રાજસ્થાનના ઉદયપુરમાં ત્રીદિવસીય ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. કૉંગ્રેસે ઉદયપુર ચિંતન શિબિર દરમિયાન સંગઠનમાં ફેરફાર માટે કેટલાક મોટા નિર્ણય લીધા છે. કૉંગ્રેસ મહાસચિવ અજય માકણે જણાવ્યું કે પાર્ટી એક પરિવાર, એક ટિકિટના નિયમ પર સંપૂર્ણ રીતે એકમત છે. તેમણે સંમેલન પછી પાર્ટીમાં મોટા સંગઠનાત્મક ફેરફારનો વાયદો કર્યો છે.

અજય માકણે કહ્યું કે પેનલના બધા સભ્યો લગભગ સંપૂર્ણ રીતે આ વાત પર સહેમત છે કે એક પરિવારના એક જ સભ્યને ટિકિટ આપવામાં આવે. પરિવારના બીજા સભ્યને પાર્ટી ત્યારે જ ટિકિટ આપશે જ્યારે તેણે સંગઠનમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કર્યું, સાથે જ પાર્ટીમાં હવે કોઈપણ નેતા કોઈપણ પદ પર પાંચ વર્ષથી વધારે સમય નહીં રહે. જો એવી કોઈ વ્યક્તિને કોઈ પદ પર પાછા લાવવું હોય તો તેને ઓછામાં ઓચા 3 વર્ષનો કૂલિંગ પીરિયડ ફરજિયાત રહેશે.

સંગઠનમાં 50 ટકા યુવાનોને કરવામાં આવશે સામેલ
તો યુવાન દેખાવાની કવાયતમાં કૉંગ્રેસે એ પણ નક્કી કર્યું છે કે હવે દરેક સ્તરે સંગઠનમાં ઓછામાં ઓછા 50 ટકા યુવાનોને સામેલ કરવામાં આવશે. કૉંગ્રેસ મહાસચિવ માકણે કહ્યું કે બ્લૉક અને બૂથ સમિતિઓ વચ્ચે મંડળ સમિતિ બનાવવા પર સહેમતિ બની છે. એક મંડળ સમિતિમાં 15થી 20 બૂથ હશે. અજય માકણે કહ્યું કે જમીની સ્તરે સર્વેક્ષણ અને આ પ્રકારના અન્ય કાર્યો માટે પાર્ટીમાં `પબ્લિક ઇનસાઇટ ડિપાર્ટમેન્ટ` બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ સિવાય એ પણ પ્રસ્તાવ છે કે પદાધિકારીઓના કામના પ્રદર્શનની પણ તપાસ માટે અસેસમેન્ટ વિંગ બનાવવામાં આવે જેથી સારી રીતે કામ કરનારાને સ્થાન મળે અને કામ ન કરનારાને ખસેડી શકાય.

તો ચિંતન શિબિરમાં પહોંચેલા કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "કોઈ પાર્ટી સાથે ગઠબંધન પર કૉંગ્રેસની રાય છે કે કૉંગ્રેસ સરખી વિચારધારા ધરાવતી પાર્ટીઓ સાથે કામ કરશે. પણ પહેલા પોતાને મજબૂત કરવા માટે પગલાં લેવામાં આવે. ક્યાંક ને ક્યાં અમારા પ્રચારમાં ઉણપ છે, અમે ખૂબ જ કામ કર્યા છે, તેનું ફળ અમને નથી મળી રહ્યું. તેનું ફળ કોઈ અન્ય ખાઈ જાય છે અને તે લોકો કહે છે કે તે ખરા દેશભક્ત છે." જણાવવાનું કે રાજસ્થાનના ઉદયપુરમાં કૉંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિર શરૂ થઈ છે. આમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના સભ્યો સામેલ થઈ રહ્યા છે. આમાં 2024ની સામાન્ય ચૂંટણીની રણનીતિ, આગામી ચૂંટણી માટે તૈયારી પર વિચાર-વિમર્શ કરવામાં આવશે.

national news congress