CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટ માટે બનાવાઇ કમિટી, 18 જૂને સોંપશે રિપૉર્ટ

15 June, 2021 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બૉર્ડ (CBSE)દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે બનાવેલી સમિતિ 18 જૂને મૂલ્યાંકન ક્રાઇટેરિયા પર પોતાનો ફાઇનલ રિપૉર્ટ સોંપશે.

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બૉર્ડ (CBSE)દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે બનાવેલી સમિતિ 18 જૂને મૂલ્યાંકન ક્રાઇટેરિયા પર પોતાનો ફાઇનલ રિપૉર્ટ સોંપશે.

CBSEએ 4 જૂનના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઇવેલ્યૂએશન ક્રાઇટેરિયા તૈયાર કરવા માટે 13સભ્યોની એક સમિતિ બનાવી હતી. પેનલને 10 દિવસમાં રિપૉર્ટ આપવા માટે કહેવામાં આવ્યું હતું.

પહેલા એવી ચર્ચા હતી કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બૉર્ડના ધોરણ 12ના મૂલ્યાંકન ક્રાઇટેરિયા 14 જૂને જાહેર કરવામાં આવશે. પણ આ મામલે મોડું થયું છે. હવે નવી માહિતી પ્રમાણે, સમિતિ 18 જૂનના પોતાનો અંતિમ રિપૉર્ટ સોંપશે.

સીબીએસઇએ 1 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક પછી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા રદ કરી દીધી હતી. પીએમ મોદીએ અધિકારીઓને એ નક્કી કરવાના નિર્દેશ આપ્યા કે ધોરણ 12ના પરિણામ `વેલ ડિફાઇન્ડ ક્રાઇટેરિયા, નિષ્પક્ષ અને સમયબદ્ધ રીતે તૈયાર કરવામાં આવે.`

મળતી માહિતી પ્રમાણે, "સમિતિના મોટા ભાગના સભ્યો ધોરણ 10 અને 11માં મેળવેલા માર્ક્સને મહત્વ આપવા અને 12ના પ્રી બૉર્ડ તેમજ આંતરિક પરીક્ષાઓને આધાર બનાવવાના પક્ષમાં છે. જો કે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે અને થોડાક દિવસોમાં રિપૉર્ટ સોંપી દેવામાં આવશે."

central board of secondary education national news