ભીમા કોરેગાંવ કેસ: તપાસ આયોગનું શરદ પવારને સમન્સ, આ તારીખે નોંધાશે નિવેદન

09 July, 2021 02:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભીમા કોરેંગાવ મામલે એનસીપી નેતા શરદ પવારને તપાય આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 2018માં પુનાના કોરેગાંવ ભીમા યુદ્ધ મેમોરિયલ નજીક હિંસા ફાટી નિકળી હતી.

શરદ પવાર ( ફાઈલ ફોટો)

મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત તપાસ આયોગે એનસીપીના પ્રમુખ શરદ પવારને 2 ઓગસ્ટે સાક્ષી તરીકે પોતાનું નિવેદન નોંધવા સમન્સ બહાર પાઠવ્યું હતું. તપાસ આયોગના વકીલ આશિષ સાતપુતેના જણાવ્યા મુજબ શરદ પવારે મુંબઈમાં તપાસ પંચ સમક્ષ પોતાનું નિવેદન નોંધવું પડશે. શરદ પવાર ઉપરાંત તપાસ પંચે તત્કાલીન પુના રૂરલ SP સુવેઝ હક, તત્કાલીન પુના કમિશનર રવિન્દ્ર સેનગાંવકર, તત્કાલીન SP સંદીપ પાઠલે અને તત્કાલીન કલેક્ટર સૌરભ રાવને પણ સમન્સ પાઠવ્યા છે.

1818 ના યુદ્ધના દ્વિમાસિક ઉજવણી પ્રસંગે 1 જાન્યુઆરી, 2018 ના રોજ પુનાના કોરેગાંવ ભીમા યુદ્ધ મેમોરિયલ નજીક હિંસા ફાટી નીકળી હતી. આ અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે 8 ઓક્ટોબર 2018 ના રોજ બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એન.પટેલની અધ્યક્ષતામાં તપાસ પંચ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં 2018ની જાતિ હિંસા અંગે મીડિયા સમક્ષ તેમના નિવેદનો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં સામાજિક જૂથ વિવેક વિચાર મંચના સભ્ય, સાગર શિંદે વતી અરજી કરા શરદ પવાર દ્વારા મીડિયામાં જાતિની હિંસા અંગેના કેટલાક નિવેદનો અંગે તેમને સમન પાઠવવા માગ કરવામાં આવી હતી. શિંદેએ આ મામલે દાખલ કરેલી અરજીમાં પવારની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અરજીમાં શરદ પવારે આરોપ લગાવ્યો હતો કે પૂના શહેરની આજુબાજુ અને તેની નજીકના કોરેગાંવ-ભીમામાં  દક્ષીણપંથી કાર્યકરો મિલિંદ એકબોટે અને સંભાજી ભીદે એક અલગ વાતાવરણ ઉભું કર્યું હતું. પવારે આક્ષેપ કર્યો હતો કે પુના શહેર પોલીસ કમિશનરની ભૂમિકા શંકાસ્પદ છે અને તેની તપાસ થવી જોઇએ.

national news nationalist congress party sharad pawar puna maharashtra