પેરુવિયન સ્વતંત્રતાની 200મી એનિવર્સરીનો સ્મૃતિ સમારોહ

27 July, 2021 07:39 PM IST  |  Mumbai | Partnered Content

પેરુ અને ભારત બે એવા દેશ છે જેમનો ભવ્ય ઇતિહાસ છે અને આગળ દ્રષ્ટિ કરતું ભવિષ્ય છે અને બંન્ને દેશ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે

ભારતમાં પેરુના એમ્બેસેડર એચ ઈ શ્રી કાર્લોસ રફાએલ પોલો

 28મી જૂલાઇએ પેરુની સ્વતંત્રતાના 200 વર્ષ પુરાં થશે. આ પેરુના ઇતિહાસમાં એક યાદગાર સિમાચિહ્ન છે અને ભારતમાં પેરુના એમ્બેસેડર એચ ઈ શ્રી કાર્લોસ રફાએલ પોલો આ નિમિત્તે પોતાના હ્રદયથી ઉષ્માભરી શુભેચ્છાઓ સરકારને તથા કોસ્મોપોલિટન મુંબઇને પાઠવે છે, સાથે આ સુંદર શહેરમાં રહેતા પેરુવિયન્સને પણ શુભેચ્છા પાઠવે છે.

પેરુ અને ભારત બે એવા દેશ છે જેમનો ભવ્ય ઇતિહાસ છે અને આગળ દ્રષ્ટિ કરતું ભવિષ્ય છે અને બંન્ને દેશ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે. બંન્ને દેશના લોકો વચ્ચે ઉત્તમ સંબંધો, વ્યાપારી સંબંધો પણ છેલ્લા એક દાયકામાં વિકસ્યા છે અને તેમની વચ્ચે એક્ટિવ ડિપ્લોમેટિક કડી પણ છે, બંને દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે.

આ માત્ર ભારત અને પેરુ માટે નહીં આખી દુનિયા માટે કપરો સમય છે, કોવિડ-19 રોગચાળાએ વિશ્વ આખાને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને આઇસોલેશનને ન્યુ નોર્મલ તરીકે સ્વીકારવાની ફરજ પાડી છે અ માટે જ પેરુ ફરી એકવાર પોતાનો રાષ્ટ્રીય દિન અને બાસેન્ટિનલ – બીજી શતકનો સ્વતંત્ર દિન વર્ચ્યુઅલી મનાવે છે. મિ પોલોને આશા છે કે વિજ્ઞાનની પ્રગતિ થશે અને નવી સારવાર તથા વેક્સિન વિકસશે તેમ તેમ સ્થિર ગતિથી વિશ્વ પહેલાંની માફક જીવશે.  ભારત મેડિકલ સંશોધનોમાં એક અગ્રણી રાષ્ટ્ર છે તે પણ આ પ્રક્રિયામાં અગત્યની ભૂમિકા ભજવશે.

આ દ્વીશતક એક એવો પ્રસંગ છે જે ભારત અને પેરુના સંબંધને વધુ મજબુત કરે છે અને આ નિમિત્તે બંન્ને દેશો જે નિકટના સબંધ ધરાવે છે તે અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. પેરુને ગયાવર્ષે સમયસય દવાઓનું દાન મળ્યું અને ભારત સાથે તેનું કો-ઓર્ડિનેશન હજી પણ ચાલુ છે જેથી પેરુના વ્યવસાયીઓને તાલીમ મળતી રહે અને એંગેજમેન્ટના નવા આયામ પણ મળતા રહે.

આ મલ્ટિ લેટરલ ડોમેઇનમાં બે દેશોએ અલાયન્સ ફોર મલ્ટિલેટરાલિઝમ માટે હાથ મેળવ્યા છે અને ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા રોગચાળાના એનર્જી સંબધીત પાસાંને સંબોધવાના પ્રયાસ કર્યા છે. આ વર્ષે ભારત પણ યુએન સિક્યોરિટી કાઉન્સિલનો સભ્ય છે, એક એવી જવાબદારી જે 2019માં પેરુને માથે હતી જે દરમિયાન બંન્ને દેશોએ સાથે મળીને શાંતિ અને સલામતિના વૈશ્વિક પડકારોનો સામનો કર્યો હતો.

મિસ્ટર પોલો કહે છે કે, “ભારતના મિત્રો, હું અમારી સ્વતંત્રતાની આવનારી દ્વીશતાબ્દી નિમિત્તે આશા અને સમૃદ્ધીનું એક નવું સ્ટેજ શરૂ કરવા માગું છું, માનવ સમુદાય માટે તથા ભારત અને પેરુ બંન્ને માટે જ્યાં અમે રોગચાળાને કારણે જે એક સમાન સમસ્યાઓ વેઠીએ છીએ તેને સહિયારા પ્રયાસથી ટેકલ કરાશે અને વેપાર તથા રોકાણથી અમારા અર્થતંત્રને અમે જોડીશું.”

મિસ્ટર પોલોએ મુંબઇ ખાતે પેરુના ઓનરરી કાઉન્સિલ તરીકે લગભગ અડધી સદી સુધી ફરજ બજાવનાર અરદેશીર ડુબાશ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કારણકે તેઓ બંન્ને દેશના લોકોને એક સમાન કારણ માટે સાથે લાવવામાં માધ્યમ રહ્યા છે અને સરકારોને પણ વધુ નજીક લાવ્યા છે.મિસ્ટર પોલોએ આખેર ભારતને આ ઐતિહાસિક યાદગાર દિવસ મનાવવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું, “હું તમને પ્રોત્સાહિત કરું છું પેરુના મિત્રો કે અમારા આ દ્વીશતાબ્દી મહોત્સવના ડિજીટલ સેલિબ્રેશનમાં અમારા સોશ્યલ મીડિયા પર જોડાવ. આભાર”

મુલાકાત લો www.embassyperuindia.in

peru national news