દિલ્હીમાં બે વર્ષ પછી ઠંડીની જમાવટ: રાજ્યમાં બે દિવસ ઓરેન્જ અલર્ટ

21 December, 2018 10:53 AM IST  | 

દિલ્હીમાં બે વર્ષ પછી ઠંડીની જમાવટ: રાજ્યમાં બે દિવસ ઓરેન્જ અલર્ટ

દિલ્હીમાં કડકડતી ઠંડી

બે વર્ષ પછી દિલ્હી શહેર અને આસપાસનાં ક્ષેત્રો ફરી કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દિલ્હીમાં લઘુતમ ઉષ્ણતામાન પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને એમાં હજી ઘટાડાની શક્યતા છે. રાજધાનીમાં જમીન પર પાણીનાં ટીપાં થીજતાં જોવા મળવાની શક્યતા હવામાન-વિભાગે દર્શાવી છે. દિલ્હીમાં અગાઉ ૨૦૧૪ અને ૨૦૧૫માં ઠંડીનો પ્રકોપ હતો. ૨૦૧૧માં ચાર દિવસ સખત ઠંડી પડી હતી.

ઉત્તર ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ઊતરી રહ્યું છે અને પંજાબ-હરિયાણામાં ૧.૫ ડિગ્રીથી સાત ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઉષ્ણતામાન રહે છે. દિલ્હીમાં સવારે આઠ વાગ્યા સુધી ઉષ્ણતામાન આઠ ડિગ્રી સેલ્સિયસની નીચે રહે છે અને સાંજે સાત વાગ્યા પછી ઉષ્ણતામાન ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચે છે. વાયુપ્રદૂષણને કારણે રાજધાનીની હવામાં ધુમાડો અને ધુમ્મસ વધી રહ્યાં હોવાથી શિયાળામાં સમસ્યા વધી રહી છે. ઍરર્પોટ પર ફ્લાઇટ ઑપરેશન્સની નિયમિતતા જાળવવા વિશેષ ઉપાયો કરવામાં આવે છે.  

national news delhi uttarakhand