✕

દેશમાં ઠંડી વધી, માઉન્ટ આબુમાં તાપમાન ૦ ડિગ્રી

23 November, 2026 10:20 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

ઠંડીના આગમન સાથે હવે ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

ઠંડીના આગમન સાથે હવે ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે અને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉત્તર પ્રદેશના ૨૪ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. દિલ્હી અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડી વધી રહી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને બિહારમાં ચક્રવાત અક્વાનની અસર અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે વરસાદ અને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 
રાજસ્થાનમાં ભારે ઠંડી
રાજસ્થાનમાં શિયાળાની અસર વધુ તીવ્ર બની છે. શનિવારે રાત્રે રાજ્યભરનાં છ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ થતાં કડકડતી ઠંડીને કારણે બહાર પાર્ક કરેલાં વાહનો પર ઝાકળ જામી ગઈ હતી.
મધ્ય પ્રદેશ અને બિહારમાં વરસાદ
મધ્ય પ્રદેશમાં બદલાતા હવામાનને કારણે જબલપુર, રેવા અને શહડોલ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. બિહારમાં પટના, નાલંદા અને ભાગલપુર સહિત ૯ જિલ્લામાં ગઈ કાલે સવારે વરસાદ પડ્યો હતો. છત્તીસગઢમાં પણ હવામાનની અસર દેખાઈ રહી છે.

national news india rajasthan Weather Update madhya pradesh