સમગ્ર કાશ્મીર ડિવિઝન ઠંડુગાર: ઠંડીનો પારો શૂન્યથી નીચે

22 November, 2014 06:43 AM IST  | 

સમગ્ર કાશ્મીર ડિવિઝન ઠંડુગાર: ઠંડીનો પારો શૂન્યથી નીચે


જમ્મુ અને કાશ્મીરના સમર કૅપિટલ શ્રીનગરમાં ગુરુવારની રાતે ઉષ્ણતામાન માઇનસ ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લદ્દાખના સરહદી ગામ લેહ રાજ્યનું સૌથી ઠંડું ગામ બન્યું હતું અને અહીં ટેમ્પરેચર માઇનસ ૧૦.૩ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું, જ્યારે કારગિલમાં ઉષ્ણતામાનનો પારો માઇનસ ૯.૮ ડિગ્રી પર રહ્યો હતો.

શ્રીનગરમાં રાતના ટેમ્પરેચરમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો અને આ સીઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું ઉષ્ણતામાન નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના કાઝીગંદ અને કોકેરનાગ નગરોમાં ઉષ્ણતામાન અનુક્રમે માઇનસ ૨.૬ અને ૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાર્ષિક અમરનાથ યાત્રાના બેઝ-કૅમ્પ પહેલગામમાં ઉષ્ણતામાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે વિખ્યાત સ્કી-રિસૉર્ટ નૉર્થ કાશ્મીરમાં માઇનસ ૧.૫ ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે કાશ્મીર ખીણ અને લદ્દાખ પ્રદેશમાં આગામી દિવસોમાં વેધર મુખ્યત્વે ડ્રાય રહેશે. એને કારણે રાતના ટેમ્પરેચરમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે.