કોસ્ટગાર્ડે મહારાષ્ટ્રના રાયગડ દરિયાકાંઠે 16 ક્રૂ સભ્યોનો બચાવ્યો જીવ

17 June, 2021 07:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) એ ગુરુવારે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રેવદાંડા બંદર નજીક ડૂબતા વહાણમાંથી 16 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા.

પ્રતીકાત્મક ફોટો

ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) એ ગુરુવારે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રેવદાંડા બંદર નજીક ડૂબતા વહાણમાંથી 16 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા. આ માહિતી સત્તાવાર અધિકારીએ આપી છે.  

 ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતા એમવી મંગલમના બીજા અધિકારીએ સવારે માહિતી આપી હતી કે રેવદાંડા જેટીથી ત્રણ કિમી દૂર એક જહાજ ડૂબી રહ્યું હતું. જેમાં કેટલાય ક્રૂ મેમ્બર સવાર હતા. વહાણમાં પાણી ભરાવવાને કારણે જહાજ ડુબી રહ્યું હતું. જે વહાણમાં સવાર 16 ક્રૂ સભ્યોને બચાવવામાં આવ્યા છે. 

આઈસીજી શિપ સુભદ્રા કુમારી ચૌહાણ બચાવ કામગીરી માટે દિઘીથી રવાના થયા હતા. જ્યારે દમણમાં તેના એર સ્ટેશનથી પણ બે આઈસીજી હેલિકોપ્ટર મદદ માટે મોકલવામાં આવ્યા હતાં.   

આઇસીજીએસ સુભદ્રા કુમારી ચૌહાણ લગભગ 10.15 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ ઉપરાંત સીજી હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે હવામાન વચ્ચે પણ ક્રૂ મેમ્બર્સનો બચાવ કર્યો હતો. 

maharashtra raigad indian coast guard national news