કોલસા કૌભાંડમાં ડો.મનમોહનની પૂછપરછ કરોઃ કોર્ટ

16 December, 2014 09:56 AM IST  | 

કોલસા કૌભાંડમાં ડો.મનમોહનની પૂછપરછ કરોઃ કોર્ટ


નવી દિલ્હી,તા.16 ડિસેમ્બર

કોલસા કૌભાંડ મામલે સીબીઆઈને મોટો ઝટકો પડ્યો છે.સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટની અરજી કરી હતી,પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે.પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ તે સમયે તાત્કાલીન કોલસા મંત્રી હતા.કોર્ટે સીબીઆઈને તેમની પૂછપરછ કરવા જણાવ્યુ છે.27 જાન્યુઆરીએ સીબીઆઈ પોતાનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટને સોંપશે.

આ પહેલા 25 નવેમ્બરે સુનાવણી દરમ્યાન સ્પેશલ સીબીઆઈ જજે સીબીઆઈને પુછ્યુ હતુ કે કોલસા કૌભાંડમાં તે સમયના તત્કાલીન કોલસા મંત્રી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પૂછતાછ કરવામાં કેમ નથી આવી,જ્યારે હિંદાલ્કોના કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી તે વખતે 2005-09 દરમ્યાન સિંહ કોલસા મંત્રી હતા.આ અંગે ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે આ મામલે પીએમ ઓફિસના અધિકારીઓ સાથે પૂછતાછ કરવામાં આવી હતી.તેમના નિવેદનોને આધારે તત્કાલીન કોલસા મંત્રીના નિવેદનની જરૂર વર્તાઈ નહોતી.