નવા CMએ આપ્યું સારી સેવા આપવાનું વચન: આજે ખાતાંની વહેંચણી

01 November, 2014 06:40 AM IST  | 

નવા CMએ આપ્યું સારી સેવા આપવાનું વચન: આજે ખાતાંની વહેંચણી

તેમણે રાજ્યના નાગરિકોને વધુ સારી સેવાઓ આપવા માટે ખાસ ખરડો વિધાનસભામાં લાવવાનું વચન આપ્યું હતું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુસરતાં શપથ લીધા બાદ તરત જ કામ શરૂ કરતાં રાજ્યના ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયને નવા ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની સૂચના આપી હતી. સોગંદવિધિ પછી પ્રથમ પત્રકાર-પરિષદને સંબોધતાં તેમણે અનેક નોંધપાત્ર બાબતો કહી હતી. ચીફ સેક્રેટરીને લોકોને સારી સેવાઓ મળે એમાટે સિટિઝન્સ ચાર્ટરરૂપી ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની સૂચના આપવામાં અવી છે.

એમાં જો લોકોને સંતોષકારક સેવાઓ ન મળે તો કાયદાનું શરણ લેવાની જોગવાઈ પણ રાખવામાં આવશે. આ નર્ણિય કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સની પહેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.સક્ષમ અને પારદર્શક વહીવટ આપવાની સાથે ડેવલપમેન્ટ પર ફોકસ રાખવામાં આવશે.રાજ્યની આર્થિક સ્થિતિ ઘણી નાજુક છે. અગાઉની કૉન્ગ્રેસ-NCP સરકારે આપેલાં બધાં વચનોનો અમલ કરવાનો હોય તો સરકારે બાવન હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ છે. અગાઉની સરકારે ચૂંટણીની આચારસંહિતા જાહેર કરવામાં આવી એ પહેલાં લીધેલા નર્ણિયોની સમીક્ષા કરવામાં આવશે.