કેસની સુનાવણીમાં હાજર રહેવું સલમાનના હિતમાં છે : કોર્ટ

25 November, 2014 03:12 AM IST  | 

કેસની સુનાવણીમાં હાજર રહેવું સલમાનના હિતમાં છે : કોર્ટ




સલમાન ખાન સામેના ૨૦૦૨ના હિટ ઍન્ડ રન કેસની સુનાવણીમાં ગઈ કાલે તે સેશન્સ કોર્ટમાં હાજર નહોતો રહ્યો. સલમાન ફિલ્મના શૂટિંગમાં બિઝી હોવાથી કોર્ટમાં હાજર રહી શકે એમ નથી એવી તેના વકીલોની અરજી કોર્ટે માન્ય રાખી હતી અને ત્રીજી ડિસેમ્બરે આ કેસની સુનાવણીમાં તેણે હાજર રહેવું પડશે એવી તાકીદ કરી હતી.

ગઈ કાલે સુનાવણીની શરૂઆતમાં જ સલમાનના વકીલોએ તેને એક દિવસ કોર્ટમાં ગેરહાજર રહેવાની છૂટ આપવાની વિનંતી કરતાં જજે અરજી મંજૂર કરી હતી, પરંતુ ટકોર કરી હતી કે આ કેસની સુનાવણીમાં તે હાજર રહે એ તેના હિતમાં છે અને દર વખતે આવી વિનંતી માન્ય રાખવામાં નહીં આવે.