પિતાને મુખાગ્નિ આપ્યા પછી ચિરાગ પાસવાને માન્યો મોદીનો આભાર

11 October, 2020 08:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પિતાને મુખાગ્નિ આપ્યા પછી ચિરાગ પાસવાને માન્યો મોદીનો આભાર

તસવીર સૌજન્ય એએનઆઇ

લોક જનશક્તિ પાર્ટી (LJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વર્ગીય રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)ના પુત્ર ચિરાગ પાસવાને (Chirag Paswan) પીએમ મોદી (PM Modi)ને લઈને મોટું ટ્વીટ કર્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020ને જોતાં આ ટ્વીટને ઘણું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ચિરાગ પાસવાને પીએમ મોદીને પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં કરવામાં આવેલા સહયોગ માટે સતત બે ટ્વીટ કરવામાં આવ્યા છે.

ચિરાગ પાસવાને ટ્વીટમાં લખ્યું છે કે, "આદરણીય પ્રધાનમંત્રીજી દ્વારા પિતાજીની અંતિમ યાત્રામાં કરવામાં આવેલા સહયોગ બદલ મનથી આભાર. સર, તમે પિતાજીની અંતિમ યાત્રા માટે દરેક વ્યવસ્થા માગ્યા વગર કરી. દીકરા તરીકે હું એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું. તમારા સાથ થકી હિંમત અને તાકાત બન્ને વધી છે." તેમણે લખ્યું કે, "તમારો આશીર્વાદ સદાય જળવાયેલો રહે."

ચિરાગ પાસવાને માન્યો મોદીનો આભાર
74 વર્ષની ઉંમરમાં મોદી મંત્રીમંડળનો ભાગ રહી ચૂકેલા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનનું નિધન થયું હતું. ગુરુવારે દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. શનિવારે બપોરે તેમનું અંતિમ સંસ્કાર પટનામાં ગંગા નદી કિનારે થયું હતું. રામવિલાસ પાસવાનનો મૃતદેહ શુક્રવારે સાંજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા પટના લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ રામવિલાસ પાસવાનની અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને કેન્દ્રના પ્રતિનિધિ તરીકે પાસવાનના મૃતદેહ સાથે પટના જવા કહ્યું હતું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને શનિવારે રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાઇ આપવામાં આવી. પાસવાન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ હતા. રામવિલાસ પાસવાન જમીનથી જોડાયેલા નેતા માનવામાં આવતા હતા. પોલીસની નોકરીનું સપનું જોનારા રામવિલાસ પાસવાન રાજકારણમાં આવ્યા અને છવાઇ ગયા. દેશના 6 પ્રધાનમંત્રીઓ સાથે તેમણે કામ કર્યું.

national news ram vilas paswan narendra modi