ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા

06 September, 2012 05:34 AM IST  | 

ચીનના સંરક્ષણપ્રધાને ભારતીય પાઇલટ્સને રોકડા એક લાખ રૂપિયા ગિફ્ટ તરીકે આપ્યા

સોમવારે ઍરર્ફોસના ખાસ વિમાનમાં ચીનના પ્રધાનને મુંબઈથી નવી દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. આ પ્લેનના બન્ને પાઇલટ્સને તેમણે એક લાખ રૂપિયા રોકડા સીલબંધ કવરમાં આપ્યા હતા. બાદમાં બન્ને પાઇલટ્સે આ વિશે હેડક્વાર્ટરને જાણ કરી હતી. બાદમાં આ રકમ તોશખાનામાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંવેદનશીલતાનો મુદ્દો જોડાયેલો હોવાથી આ રકમ ચીનના પ્રધાનને પરત કરી શકાય એમ નહીં હોવાથી આ નિર્ણય લેવાયો હતો.