માઈક્રોવેવ ઓવન ખબર પણ માઈક્રોવેવ હથિયાર એટલે?

18 November, 2020 05:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માઈક્રોવેવ ઓવન ખબર પણ માઈક્રોવેવ હથિયાર એટલે?

માઈક્રોવેવ હથિયાર

ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં સીમા વિવાદ હજી શાંત પડ્યો નથી, એવામાં જો ચીનની થિયરી સાચી હોય તો આ બાબત ઘણી ઘાતક બની શકે છે. આ થિયરી ચીનના પિપુલ્સ લિબ્રેશન આર્મીના જવાનો દ્વારા માઈક્રોવેવ વેપન્સના ઉપયોગને લઈને સામે આવી છે.

અમેરિકાના મીડિયામાં આવેલા સમાચાર મુજબ, ચીનના એક પ્રોફેસરે દાવો કર્યો છે કે 29 ઑગસ્ટે ચીનના જવાનોએ ત્યાં ઉંચાઈના સ્થળોનો કબજો ભારતીય સેના પાસેથી પરત મેળવવા માટે માઈક્રોવેવ વેપન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો આવા પ્રકારના હથિયારનો ઉપયોગ થશે તો ભારતીય સેનાની સમસ્યા વધી અને ચીને ફરી કબજો મેળવ્યો હતો. ચીન આવા પ્રકારના હથિયારનો ઉપયોગ દક્ષિણ ચીન સાગરમાં કરતો રહ્યો છે. હવે સવાલ એ થાય કે માઈક્રોવેવ વેપન છે શું?

માઈક્રોવેવ વેપન્સને ડાયરેક્ટ એનર્જી વેપન્સ પણ કહેવાય છે. આના અંતર્ગત લેઝર અને માઈક્રોવેવ વેપન્સ બંને આવે છે. આ ખૂબ જ ઘાતક હથિયાર હોય છે. સામે વ્યક્તિ પર આનાથી હૂમલો કરવામાં આવે તો શરીર ઉપર ઈજાનો કોઈ નિશાન હોતો જ નથી અથવા ખૂબ જ ઓછો હોય છે. આ હથિયાર શરીરના આંતરિક ભાગમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. દક્ષિણ ચીન સાગરમાં રૉયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સના પાયલટ પણ આ હથિયારનો શિકાર બનેલા છે. આ હથિયારને હવાથી જમીનમાં, જમીનથી હવામાં પણ એટેક કરી શકાય છે. હૂમલામાં હાઈ એનર્જી રેઝ છોડવામાં આવે છે જેથી સામે વ્યક્તિના શરીરના અંદરના ભાગના અવયવોને તે નુકસાન પહોંચાડે છે.

માઈક્રોવેવ વેપન્સનનો ઉપયોગ બેલેસ્ટિક મિસાઈલ, હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ, હાઈપરસોનિક ગ્લાઈડ મિસાઈલને રોકવા માટે પણ થાય છે. રશિયા, ચીન, ભારત, બ્રિટન આવા પ્રકારના હથિયાર ડેવલપ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તૂર્કી અને ઈરાનનો દાવો છે કે તેમની પાસે આવા પ્રકારનો હથિયાર છે. 

china national news ladakh indian army