જિનપિંગની યાત્રા પહેલા ચીનનું કશ્મીર પર મહત્વનું નિવેદન...

09 October, 2019 10:07 AM IST  |  નવી દિલ્હી

જિનપિંગની યાત્રા પહેલા ચીનનું કશ્મીર પર મહત્વનું નિવેદન...

નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રસ્તાવિત ભારત મુલાકાત પહેલા ચીને કશ્મીર મામલે પોતાનું વલણ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન પ્રમાણે આ મુદ્દાનો ઉકેલ દ્વિપક્ષીય રીતે લાવવો જોઈએ. આ પહેલા ચીને આ મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ લાવવાની વાત કરી હતી. જિનપિંગની યાત્રા વિશે ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ભારત-ચીનના સંબંધોને મળી ગતિઃચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પ્રથા રહી છે. ઉચ્ચ-સ્તરીય યાત્રાઓ દરમિયાન બંને દેશોમાં સંવાદોનું આદાન-પ્રદાન થાય છે. આ વિશે નવી માહિતી ટૂંક સમયમાં આવપામાં આવશે. ચીન અને ભારત વિકાસશીલ દેશો છે. ગયા વર્ષે વુહાનમાં થયેલા સંમેલન બાદ ભારત અને ચીનના સંબંધોને વધુ ગતિ મળી છે.

ઈમરાન ખાન ચીનની મુલાકાતે
ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારત જશે તે પહેલા ત્રણ દિવસ માટે પાકિસ્તાનના વડાપ્રધાન ચીન પહોંચ્યા છે. સાથે પાકિસ્તાનની સેનાના વડા જનરલ કમર બાજવા પણ છે. ઈમરાન ખાન અહીં રાષ્ટ્રપતિ જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ સાથે મુલાકાત કરશે. 2018માં વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાનનો આ ત્રીજો ચીન પ્રવાસ છે.

xi jinping narendra modi