ચીને PM મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, ભારતનો પલટવાર

09 February, 2019 06:45 PM IST  | 

ચીને PM મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, ભારતનો પલટવાર

અરુણાચલ મુદ્દે ચીનને ભારતનો જવાબ

વડાપ્રધાન મોદીને અરુણાચલ પ્રવાસનો ચીને વિરોધ કરી રહ્યું છે. ચીને કહ્યુંકે ભારતીય નેતૃત્વએ એવી કોઈ પણ કાર્રવાઈથી દૂર રહેવું જોઈએ જે સીમાના પ્રશ્નોને જટિલ બનાવે છે. જો કે ભારતે પણ ચીનના વિરોધનો સણસણતો જવાબ આપ્યો છે. ભારતે પલટવાર કરતા કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચુનયિંગે વડાપ્રધાન મોદીના અરુણાચલ પ્રદેશના પ્રવાસ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે ચીન-ભારત સીમા મામલે ચીનનું વલણ સ્પષ્ટ છે. ચીન સરકારે ક્યારેય પણ તથાકથિત અરુણાચલ પ્રદેશને માન્યતા નથી આપી. અને તેઓ ચીન-ભારત સીમાના પૂર્વ ખંડના ભારતીય નેતાના પ્રવાસનો દ્રઢતાપૂર્વક વિરોધ કરે છે.

ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર મુકવામાં આવેલી પ્રતિક્રિયામાં હુાએ કહ્યું કે ચીન ભારતના પક્ષમાં આગ્રહ કરે છે કે તે બંને દેશોના પરસ્પર હિતોને ધ્યાનમાં રાખે. ચીની પક્ષના હિત અને ચિંતાઓનું સન્માન કરે, દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાની ગતિ યથાવત રાખે અને એવા કોઈ પણ પગલાથી દૂર રહે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતીય નેતાઓ સમય-સમય પર અરુણાચલના પ્રવાસ કરે છે. અને ચીનને આ મામલે ભારતના વલણથી અવગત કરાવવામાં આવી ચુક્યું છે.

મહત્વનું છે કે ચીન દાવો કરે છે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે. ભારત અને ચીન સીમા વિવાદ હલ કરવા માટે અત્યાર સુધીમાં 21 વાર વાતચીત થઈ ચુકી છે.

આ પણ વાંચોઃ અમે જે પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, એનું ઉદ્ધાટન પણ કરીએ છીએ: મોદી

વડાપ્રધાન મોદીએ શનિવારે અરુણાચલ પ્રદેશમાં ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાનું ઉદ્ધાટન કર્યું અને તેની આધારશિલા રાખી. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે તેમની સરકાર સીમાંત રાજ્યના સંપર્ક સુધારવા માટે ખુબ જ મહત્વના પ્રયાસો કરી રહી છે.

arunachal pradesh narendra modi xi jinping