આ ગામમાં કોરોના સંક્રમણથી બચાવવા 50થી વધારે બાળકોને પીવડાવ્યો દારૂ

23 July, 2020 08:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

આ ગામમાં કોરોના સંક્રમણથી બચાવવા 50થી વધારે બાળકોને પીવડાવ્યો દારૂ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણથી બચવા માટે લોકો દરરોજ જુદાં-જુદાં પ્રકારના ઉપાયો કરી રહ્યા છે. પણ ઓરિસ્સા(Odisha)ની મલકાનગરીમાં જે કરવામાં આવ્યું છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. હકીકતે ઓરિસ્સાની મલકાનગરીમાં કોરોના વાયરસ સંક્રમણની બચવા માટે 10-12 વર્ષના માસૂમ બાળકોને દારૂ પીવડાવી દેવામાં આવ્યો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મલકાનગરીમાં 10-12 વર્ષના 50થી વધારે બાળકોને કેટલાક ગ્રામીણોએ કોરોના સંક્રમણથી બચાવવા માટે સાલપા (દેશી દારૂ) પીવડાવી દીધી. સ્થાનિક લોકોનું માનવું છે કે દેશી દારૂના સેવનથી બાળકમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલતા અટકાવી શકે છે.

ઘટના મલકાનગરી જિલ્લાના પડિયા બ્લૉકના પરસનપાલી ગામની છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે તેમાં લગભગ 50 બાળકોને દેશી દારૂ પીરસવામાં આવી રહી છે. આ દરમિયાન ત્યાં બાળકો અને ગ્રામીણો વચ્ચે કોરોના વાયરસ દિશા-નિર્દેશો હેઠળ ન તો સોશિયલ ડિસ્ટેન્સિંગ હતું કે ન તો કોઇએ ત્યાં માસ્ક પહેર્યું હતું.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ તયા પછી તેની ખૂબ જ આલોચના થઈ રહી છે. બાળરોગ વિશેષજ્ઞ ડૉક્ટર અરિજીત મહાપાત્ર પ્રમાણે આલ્કોહોલના સેવનથી કોરોનાની સારવાર પર વિશ્વાસ કરવું નિરર્થક છે.

તેમમે કહ્યું કે આલ્કોહોલનું સેવન કરવું કોરોનાથી અસંક્રમિત થવાની રીત નથી, કારણકે કોરોના તમારા જીઆઇ ટ્રેક્ટથી પસાર થતું નથી, આ આંખ, નાક અને કોઇના મોઢામાંથી પસાર થાય છે. જો તમે કોરોનાથી સંક્રમિત પાસેથી કંઇક લો છો તો તમારા શરીરમાં તે શ્વસન માર્ગ દ્વારા પ્રવેશે છે. ડૉક્ટર પ્રમાણે દારૂ ન તો આની સારવાર છે કે ન તો ઉપાય. આની સાથે જ બાળકોને દારૂ પીવડાવવું ગુનો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ઓરિસ્સામાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 18 હજાર 110 કેસ સામે આવ્યા છે. જ્યારે અહીં કોરોનાને કારણે 97 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, ઓરિસ્સામાં 12 હજાર 910 કોરોના દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. જેના પછી રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5 હજાર 103 છે.

national news odisha coronavirus covid19 Crime News