મોબાઇલ ફોન, જીન્સ અને ટૉપ ખરીદવા માએ દીકરો વેચી માર્યો

04 October, 2012 05:49 AM IST  | 

મોબાઇલ ફોન, જીન્સ અને ટૉપ ખરીદવા માએ દીકરો વેચી માર્યો


અગાઉ રાખી પાત્રા નામની ૨૦ વર્ષની યુવતીએ ચોરીના ગુનામાં જેલમાં કેદ રહેલા પતિને છોડાવવા દીકરો વેચી દીધો હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તપાસ બાદ એવું બહાર આવ્યું હતું કે તેણે મોબાઇલ ફોન તથા નવાં કપડાં ખરીદવા માટે દીકરાનો સોદો કર્યો હતો. આ મહિલા દીકરાને વેચીને મેળવેલા રૂપિયામાંથી મોબાઇલ ફોન માટે મેમરી કાર્ડ પણ ખરીદવા માગતી હતી. જાજપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ દીપક કુમારે કહ્યું હતું કે ‘ઓડિશા હાઈ ર્કોટના આદેશ બાદ આ ઘટનાની તપાસ કરવામાં આવી હતી જેમાં આ હકીકત બહાર આવી હતી. દીકરાને વેચ્યા બાદ મળેલા રૂપિયામાંથી તેણે આ તમામ ચીજો ખરીદી હતી અને પોલીસ સમક્ષ તેણે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.’

 પોલીસે ગઈ કાલે કટક શહેરમાંથી દીકરાને પાછો મેળવ્યો હતો. જોકે મહિલા હવે પોતાનો દીકરો પાછો લેવા માગતી નથી એટલે પોલીસે ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકનો કબજો સોંપી દીધો છે.