દિલ્હીના CM કેજરીવાલને મળી જાનથી મારવાની ધમકી, દિલ્હી પોલીસમાં હડકંપ

21 January, 2019 04:46 PM IST  | 

દિલ્હીના CM કેજરીવાલને મળી જાનથી મારવાની ધમકી, દિલ્હી પોલીસમાં હડકંપ

કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM કેજરીવાલને ફોન કરી ધમકી આપવામાં આવી છે. જેની જાણકારી દિલ્હી પોલીસને મળતા પોલીસ હરકતમાં આવી છે. અરવિંદ કેજરીવાલના પર્સનલ સિક્યુરિટી ઑફિસરે દિલ્હી પોલીસને જાણકારી આપી કે અજાણ્યા નંબર પરથી કેજરીવાલને ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે તે વિકાસપુરીમાં રહે છે અને તે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. કેજરીવાલને ફોન કરનારની કોણ જાણકારી નથી હાથ લાગી કારણ કે ત્યાં કોઈ કૉલર આઈડી નહોતું લગાવવામાં આવ્યું.

કેજરીવાલની દીકરીના અપહરણની મળી હતી ધમકી

9 જાન્યુઆરીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરીનું અપહરણ કરવાની ધમકી આપતો ઈમેઈલ પણ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે દિલ્હી પોલીસના સાયબર સેલે ઈમેઈલ મોકલનારની રાયબરેલીથી ધરપકડ કરી હતી. આરોપી એક વિદ્યાર્થી હતો જેણે તંત્રનું ધ્યાન આકર્ષવા માટે ઈમેઈલ કર્યો હોવાનો ખુલાસો થયો હતો.

કેજરીવાલને ક્યારેક પડ્યો તમાચો, તો ક્યારેક ફેંકવામાં આવી શાહી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ તેમના પર હુમલા થઈ ચુક્યા છે. એપ્રિલ 2016માં દિલ્હી સચિવાલયમાં જ પ્રેસ કૉંફ્રેન્સમાં તેમના પર પગરખું ફેંકવામાં આવ્યું હતું. લુધિયાણામાં 2016માં જ કેજરીવાલની કાર પર કેટલાક લોકોએ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ મેહુલ ચોક્સીએ છોડી ભારતની નાગરિકતા, એન્ટીગુઆમાં સરેન્ડર કર્યો પાસપોર્ટ

જાન્યુઆરી 2016માં દિલ્લીના છત્રસાલ સ્ટેડિયમમાં ઑડ ઈવન ફૉર્મ્યૂલાની સફળાતાનો જશ્ન મનાવી રહેલા કેજરીવાલ પર એક મહિલાએ શાહી ફેંકી હતી. 2014માં પણ દિલ્હીમાં એક સભા દરમિયાન એક છોકરાએ કેજરીવાલને પથ્થર માર્યો હતો.

arvind kejriwal national news