ચિદમ્બરમે નાણા તથા સુશીલ શિંદેએ ગૃહમંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

02 August, 2012 05:41 AM IST  | 

ચિદમ્બરમે નાણા તથા સુશીલ શિંદેએ ગૃહમંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

અગાઉ આ મંત્રાલયમાં અનેક આકરા તથા પડકારજનક નિર્ણયો લઈ ચૂકેલા ચિદમ્બરમ સમક્ષ આ વખતે ડામાડોળ અર્થતંત્રને ફરી સ્થિર કરવાની ચૅલેન્જ છે. ચાર્જ સંભાળતાં અગાઉ તેમણે સવારે કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. ગઈ કાલે સુશીલકુમાર શિંદેએ પણ ગૃહમંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. આ પહેલાં તેઓ ઊર્જામંત્રાલય સંભાળી રહ્યા હતા. કેãન્દ્રય પ્રધાન વીરપ્પા મોઇલીએ ગઈ કાલે ઊર્જા મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળી લીધો હતો.