News In Shorts: મની લૉન્ડરિંગ કેસમાં ચિદમ્બરનાં પત્નીની સંપત્તિ ટાંચમાં લેવાઈ

04 February, 2023 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ૩.૩ કરોડ રૂપિયાના મૂલ્યની જંગમ મિલકતો તેમ જ ત્રણ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લેવા માટે ઑર્ડર અપાયો છે. 

કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમ

મની લૉન્ડરિંગ કેસમાં ચિદમ્બરનાં પત્નીની સંપત્તિ ટાંચમાં લેવાઈ
નવી દિલ્હીઃ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે શારદા મની લૉન્ડરિંગ કેસમાં કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમનાં પત્ની નલિની ચિદમ્બરમ, સીપીએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય દેબેન્દ્રનાથ બિસ્વાસ જેવા ‘લાભાર્થીઓ’ની ૬ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને એણે ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ૩.૩ કરોડ રૂપિયાના મૂલ્યની જંગમ મિલકતો તેમ જ ત્રણ કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લેવા માટે ઑર્ડર અપાયો છે. 

જવાનું હતું પટના, પણ ઍરલાઇનની બેદરકારીને કારણે પહોંચ્યો ઉદયપુર
નવી દિલ્હીઃ ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન)એ એક પૅસેન્જર ખોટા ડેસ્ટિનેશન પર પહોંચવાની ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. આ પૅસેન્જરે ઇન્ડિગોની ફ્લાઇટમાં પટના પહોંચવાનું હતું. જોકે એને બદલે તે આ ઍરલાઇનની બેદરકારીને કારણે અન્ય ફ્લાઇટમાં ઉદયપુર પહોંચી ગયો હતો. ડીજીસીએના અધિકારીએ જણાવ્યું હતું કે અફસર હુસૈન નામનો આ પૅસેન્જર તેની શેડ્યુલ્ડ ફ્લાઇટ પકડવા માટે ૩૦મી જાન્યુઆરીએ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યો હતો. જોકે ઉદયપુર ઍરપોર્ટ પર લૅન્ડ થયા બાદ તે ખોટા ડેસ્ટિનેશન પર પહોંચ્યો હોવાનો તેને ખ્યાલ આવ્યો હતો. 

national news p chidambaram congress