છત્તીસગઢના ડૉક્ટરનો બચાવ : હલકી ક્વૉલિટીની દવાઓના કારણે ૧૨ મહિલાઓનાં મોત થયા

14 November, 2014 06:00 AM IST  | 

છત્તીસગઢના ડૉક્ટરનો બચાવ : હલકી ક્વૉલિટીની દવાઓના કારણે ૧૨ મહિલાઓનાં મોત થયા


છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણ સિંહે આ દુર્ઘટના બાબતે જુડિશ્યલ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

શનિવારે છ કલાકમાં નસબંધીનાં ૮૩ ઑપરેશનો કરી ચૂકેલા લેપ્રોસ્કોપિક સજ્ર્યન આર. કે. ગુપ્તાની બુધવારે મોડી રાત્રે બાલોડાબઝાર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ડૉક્ટર ગુપ્તાએ કહ્યું હતું કે ચીફ મેડિકલ ઑફિસર, હેલ્થ ઑફિસર, બ્લૉક મેડિકલ ઑફિસર અને બ્લૉક હેલ્થ ઑફિસરને પણ આ દુર્ઘટના માટે સમાન પ્રમાણમાં જવાબદાર ગણવા જોઈએ. સર્જરી બાદ દર્દશામક દવાઓ અને ઍન્ટિબાયોટિક્સ આપવામાં આવી એ પછી મહિલાઓની હાલત બગડી હતી.