છત્તીસગઢ: સુકમા જિલ્લામાં નક્સલીઓએ કર્યો હુમલો

29 November, 2020 11:23 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Online Correspondent

છત્તીસગઢ: સુકમા જિલ્લામાં નક્સલીઓએ કર્યો હુમલો

નક્સલીઓએ કોબરા 206 બટાલિયનના જવાનો પર IED થી હુમલો કર્યો છે

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓએ કોબરા 206 બટાલિયનના જવાનો પર IED થી હુમલો કર્યો છે. જેમાં આસિસ્ટન્ટ કમાન્ડો નિતિન ભાલેરાવ શહીદ થયા છે. આ સિવાય સીઆરપીએફના નવ જવાનો ઘાયલ થવાની માહિતી મળી છે. આ જવાનો રાતે દસ વાગે ઓપરેશનથી પરત ફરી રહ્યાં હતા તે સમયે તાડમેટલા વિસ્તારના બુર્કાપાલથી છ કિલોમીટર દૂર એક સ્થળે તેમની પર હુમલો કરાયો હતો.

ઘાયલ જવાનો કોબરા 206 બટાલિયનના છે. સુકમાના એસપી કેએલ ધ્રુવે આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, દરેક ઘાયલ જવાનોને હેલિકોપ્ટરથી રાયપુર લવાયા છે. જ્યારે આસિસ્ટન્ટ કમાન્ડો નિતિન ભાલેરાવ રસ્તામાં જ છેલ્લા શ્વાસ લેવાના કારણે શહીદ થયા છે. આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ કેસમાં વધારે જાણકારી જવાનોના પરત ફર્યા બાદ મળી શકશે. બ્લાસ્ટમાં ઘાયલ થયા છે કે સ્પાઈક હોલથી તેની જાણકારી પછી તેઓ જ આપશે.

શનિવારે સુરક્ષાબળોની સંયુક્ત પાર્ટી તાડમેટલા વિસ્તારમાં નક્સલીઓના વિરુદ્ધ સર્ચિંગ ઓપરેશન પર નીકળી હતી. આ સમયે મોડી રાતે નક્સલીઓ દ્વારા કરાયેલા સ્પાઈક હોલમાં ફસાઈને કેટલાક જવાન ઘાયલ થયા છે. આ સિવાય કેટલાક આઈડી પણ ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરેક જવાન કોબરા 206 બટાલિયનના છે.

નક્સલીઓની હાજરીની સૂચના મળતાં જ બુરકાપાલ, તેમલવાડા અને ચિંતાગુફાથી લઈને જોઈને ઓપરેશન કરાયું હતું. મોડી સાંજે તાડમેટલાના જંગલમાં જવાન આગળ વધી રહ્યા હતા ત્યારે આ સમયે જવાન સ્પાઈક હોલ અને આઈઈડીની ઝપેટમાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં જવાનોના ઘાયલ થવાની સૂચના મળી છે અને તેમને વાયુસેનાના હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા છે.

national news chattisgarh