છત્તીસગઢના પરિણામઃરૂઝાનમાં કોંગ્રેસની સરકાર લગભગ નક્કી

11 December, 2018 09:40 PM IST  | 

છત્તીસગઢના પરિણામઃરૂઝાનમાં કોંગ્રેસની સરકાર લગભગ નક્કી

ખુરશી ન બચાવી શક્યા રમણસિંહ

છત્તીસગઢમાં શરૂઆતી રૂઝાન ભાજપ માટે સારા નથી દેખાઈ રહ્યા. છત્તીસગઢ વિધાનસભાના પરિણામમાં તમામ 90 બેઠકો પર વલણ આવી ચૂક્યા છે. જેમાંથી ભાજપ માત્ર 24 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 59 બેઠકો પર લીડ કરી રહી છે. તો અજીત જોગીની પાર્ટી 5 બેઠકો પર આગળ છે. 2 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યા છે. સીએમ રમણસિંહના રાજનાંદગાંવ મતવિસ્તારમાં પણ કોંગ્રેસના ઉમેદવાર કરુણ શુક્લા લીડ કરી રહ્યા છે. કરુણા શુક્લા અટલ બિહારી વાજપેયીના ભત્રીજી છે, જે સીએમ રમણસિંહને કાંટાની ટક્કર આપી રહ્યા છે.

તો રમણસિંહ સરકારના 2 મંત્રીઓ પણ પાછળ ચાલી રહ્યા છે. શિક્ષણ મંત્રી કેદારકશ્યપ અને અમર અગ્રવાલ પાછળ છે. તો પૂર્વ સીએમ અજીત જોગી પણ પોતાના મતવિસ્તાર મરવાહીમાં પાછળ છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં હાલ રમણસિંહના નેતૃત્તવમાં ભાજપની સરકાર છે. રાજ્યની 90 વિધાનસભા બેટખો પર 76.3 ટકા મતદાન થયું હતું. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. પરિણામ બાદ અજીત જોગીની પાર્ટી બસપા સાથે મળીને કિંગમેકર બની શકે છે કે નહીં તે પણ સ્પષ્ટ થઈ જશે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કામાં 12 નવેમ્બરે નક્સલ પ્રભાવિત 18 બેઠકો પર અને બીજા તબક્કામાં 29 નવેમ્બરે 72 બેઠકો પર મતદાન થયું હતું.

national news chattisgarh