છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?

15 November, 2020 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છત્તીસગઢના મુખ્ય પ્રધાને કેમ ખાધો કોરડાનો માર?

તસવીર સૌજન્યઃ એએનઆઈ

દિવાળીના બીજા દિવસે ઘણા રાજ્યોમાં ગોવર્ધનપૂજા કરવામાં આવી છે. મૂળભૂત રીતે આ પ્રકૃતિનો આભાર માનવા માટે થતી પૂજા છે. જેનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણે કર્યો હોવાનુ મનાય છે. વ્રજભૂમિમાં તેનો પ્રારંભ થયો હતો અને એ પછી ધીરે ધીરે ભારતના બીજા વિસ્તારોમાં તેનુ પ્રચલન વધવા માંડ્યુ હતુ.

દેશના વિવિધ ભાગમાં આજે ગોવર્ધનપૂજાની ઉજવણી થઈ રહી છે ત્યારે છત્તીસગઢમાં આ તહેવારની એક અનોખી પરંપરા છે. આ પરંપરાનું આજે પણ પાલન થયુ હતુ.

ગોવર્ધનપૂજાની પરંપરા પ્રમાણે રાજ્યના મુખ્ય પ્રધાન ગોવર્ધનપૂજા નિમિત્તે રાજ્યના લોકોની ખુશી માટે કોરડા ખાય છે. આજે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ પરંપરા નિભાવી હતી અને પોતાના હાથ પર કોરડાના ફટકા સહન કર્યા હતા.

તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર સાથે આ વાત શેર કરી હતી.

chattisgarh national news