છત્તીસગઢમાં નક્સલી હુમલો : BJPના ધારાસભ્યનું મોત,પાંચ જવાન શહીદ

10 April, 2019 10:57 AM IST  |  છત્તીસગઢ

છત્તીસગઢમાં નક્સલી હુમલો : BJPના ધારાસભ્યનું મોત,પાંચ જવાન શહીદ

છત્તીસગઢમાં નક્સલી હુમલો

છત્તીસઢના દંતેવાડામાં લોકસભા ચૂંટણીના કલાકો પહેલાં જ નક્સલી હુમલો થયો છે. નક્સલીઓએ દંતેવાડામાં શ્યામગિરીમાં BJPના કાફલા પર નિશાન સાધી આઇઇડી બ્લાસ્ટ કર્યું છે. આ હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યું છે. સાથે જ આ હુમલામાં છત્તીસઢ પોલીસના પાંચ જવાન શહીદ થયા છે.

ડીઆઇજી સુંદરરાજ પી.એ કહ્યું કે, ઘટનાની જાણકારી મળી છે. ઘટના સ્થળે સુરક્ષા દળના વધુ જવાનોને મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી માણે, કુઆકોન્ડા વિસ્તારના શ્યામગિરીમાં સુરક્ષા દળના જવાનોનો એક કાફલો ભીમા મંડાવી સાથે નીકળ્યો હતો. આ દરમિયાન નક્સલીઓએ કાફલાને નિશાન બનાવતાં આઇઇડી બ્લાસ્ટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, દંતેવાડા બસ્તર સંસદીય વિસ્તારમાં આવે છે. જ્યાં ૧૧ એપ્રિલે મતદાન થશે. વોટિંગથી લગભગ ૩૬ કલાક પહેલાં નક્સલીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે. આ વિસ્તારમાં નક્સલીઓ સતત ચૂંટણી બહિષ્કારની વાત કરી રહ્યાં છે.

chhattisgarh terror attack national news