કેરળ બાદ ચેન્નઈમાં માનવજાતની ક્રુરતા: વિસ્ફોટક મીટ ખવડાવતા શિયાળનું મોત

10 June, 2020 11:37 AM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

કેરળ બાદ ચેન્નઈમાં માનવજાતની ક્રુરતા: વિસ્ફોટક મીટ ખવડાવતા શિયાળનું મોત

મોઢામાં વિસ્ફોટ થતા શિયાળનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું

તાજેતરમાં કેરળમાં હાથણીને ફટાકડાવાળું અનાનસ ખવડાવીને મારી નાખવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટના બાદ ચેન્નઈમાં વધુ એક દુર્ઘટના બની છે જેના વિષે જાણીને ચોક્કસ માનવજાત પરથી વિશ્વાસ ઉઠી જાય. ચેન્નઈના તિરચી જિલ્લામાં કેટલાક લોકોએ શિયાળને વિસ્ફોટક ખવડાવતા તેનું મૃત્યુ થયું છે. આ મામલે 12 લોકોની ધરૂપકડ કરવામાં આવી છે અને તેમની વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, તિરચી જિલ્લામાં શિયાળને વિસ્ફોટકવાળું મીટ ખવડાવવામાં આવ્યું હતું, જે તેના મોઢામાં ફાટયું અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. ગામના 12 માણસો મધ ભેગું કરવા માટેર જિયાપુર જંગલમાં ગયા હતા. ત્યાં તેમને એક શિયાળ ફરતું દેખાયું. એટલે તેનું માંસ મેળવવા અને દાંતનો શિકાર કરવા માટે તેને મારી નાખવાનું નક્કી કર્યું. પછી માંસના ટુકડાઓમાં બૉમ્બ જ્યાં શિયાળ વારંવાર ફરતો હતો તે જગ્યાએ ભરીને લટકાવી દીધો. આ બૉમ્બ દિવાળીમાં ફોડવામાં આવતા ઓનિયન બૉમ્બ જેવો જ હતો. જેમાં વિસ્ફોટક રસાયણો ભરેલા હોય છે. જેના પર દબાણ આવતા જ તે ફુટી જાય છે.

ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ સી કોકિલા બહેને આપેલી માહિતી મુજબ, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ નજીકના ગામમાં ચાની દુકાન પર હતા. ત્યારે જ કોન્સ્ટેબલે તેમની ધરપકડ કરી હતી. જિયાપુરમ જંગલમાં એક માંસના ટુકડામાં વિસ્ફોટક પદાર્થ રાખ્યો હતો. જેવું શિયાળે માંસ ખાધું કે તે તેના મોઢામાં ફાટ્યું અને શિયાળનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. આરોપીઓને પોલીસે તિરચી વન વિભાગને સોંપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, 1972ના વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ મુજબ શિયાળ એક સંરક્ષિત પશુ છે. તેમ છતાં તિરચીમાં શિયાળ સાથે લોકોએ આ દરિદ્રભર્યું કારાસ્તાન કર્યું. ખરેખર આ માનવજાતની ક્રુરતા જ છે.

national news chennai