26 December, 2023 10:09 AM IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
ક્રાઇમની પ્રતીકાત્મક તસવીર
Chennai Crime: ચેન્નઈમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક ટ્રાન્સસેક્સ્યુઅલ વ્યક્તિએ મહિલા સોફ્ટવેર એન્જિનિયરની નિર્દયતાથી હત્યા (Transexual Man Burns Software Engineer Girl Alive) કરી હતી. એવી પણ માહિતી સામે આવી છે કે આ બંને બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા.
પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરીને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી છે. સોમવારે આ કેસની માહિતી આપતા પોલીસે કહ્યું કે શંકાસ્પદની ઓળખ વેટ્રીમારન તરીકે થઈ છે જે એક ટ્રાન્સસેક્સ્યુઅલ છે. આ વેટ્રીમારને તેના બાળપણની એક સહેલી કે જે સોફ્ટવેર એન્જિનિયર હતી તેને જીવતે જીવત સળગાવી (Transexual Man Burns Software Engineer Girl Alive) દીધી છે.
આરોપી વ્યક્તિએ બદલી દીધું પોતાનું નામ
આરોપી (Chennai Crime) કે જેનું નામ પહેલાં પંડી મહેશ્વરી હતું. જે સ્ત્રી તરીકે જીવતી હતી. પરંતુ એવી માહિતી સામે આવી છે કે તેણે પોતાનું નામ બદલીને વેટ્રીમારન કર્યું હતું. શનિવારે ચેન્નાઈના દક્ષિણ ઉપનગર કેલમ્બક્કમ નજીક થલમ્બુર ખાતે આર. નંદિનીને તેના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સરપ્રાઈઝ આપવાના બહાને કાવતરું રચવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વેટ્રીમારને પોતાની સહેલીની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. અને ત્યારબાદ તેને સાંકળોથી બાંધી લીધી હતી. એટલું જ નહીં તેને જીવતી સળગાવી દીધી (Transexual Man Burns Software Engineer Girl Alive) હોવાના પણ અહેવાલ સામે આવ્યાં છે.
મૃતક શું કામ કરતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર પીડિતા મદુરાઈમાં રહેતી હતી અને તે 25 વર્ષની સોફ્ટવેર એન્જિનિયર હતી. આ સાથે જ તે અહીં કામ કરતી હતી. જોકે, નંદિનીને વેટ્રીમારન પર શંકા તો થઈ જ આવી હતી. જ્યારે વેટ્રીમારને નંદીનીને કહ્યું હતું કે તે તેના જન્મદિવસ પહેલા તેણીને સરપ્રાઈઝ આપવા માંગે છે ત્યારે જ તેને અજાણી જગ્યા પર (Chennai Crime) લિયા ગયો હતો. જોકે, નંદિની અહીં તેના સંબંધીના ઘરે રહેતી હતી.
તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે 26 વર્ષની પંડી મહેશ્વરી નંદિની સાથે મદુરાઈની એક સ્કૂલમાં ભણતી હતી. મહેશ્વરીએ પોતાનું નામ બદલીને વેટ્રીમારન રાખ્યું તે પછી પણ નંદિનીએ માનવતાના ધોરણે તેમની મિત્રતા ચાલુ રાખી, એમ કહીને કે તેઓ બંને અહીં એક કંપનીમાં કામ કરે છે.
આમ તમિલનાડુમાં 24 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરને તેના ભૂતપૂર્વ સહાધ્યાયી દ્વારા જીવતી સળગાવી દેવામાં આવી (Transexual Man Burns Software Engineer Girl Alive) છે. એવું પણ કહેવાય છે કે બ્લેડથી કાપીને તેનો જીવ લેવાનો પ્રયત્ન (Chennai Crime) કરાયો હતો. અને ત્યારબાદ તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. એવા
આરોપીએ તેની સાથે લગ્ન કરવા માટે લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઘટના ચેન્નાઈના દક્ષિણ ઉપનગર કેલમ્બક્કમ નજીક થલમ્બુરમાં બની હતી. પોલીસે વેટ્રીમારનને પકડી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે યુવતીએ તેના લગ્નના પ્રસ્તાવને નકારી દીધો હતો તે માટે જ વેટ્રીમારને આવું દુષ્કૃત્ય (Chennai Crime) કર્યું હતું.