અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચૌટાલા દોષી જાહેર

22 May, 2022 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કોર્ટે ગઈ કાલે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિને સંબંધિત એક કેસમાં દોષી જાહેર કર્યા હતા.

ઓમપ્રકાશ ચૌટાલા

નવી દિલ્હી (પી.ટી.આઇ.) : દિલ્હી કોર્ટે ગઈ કાલે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિને સંબંધિત એક કેસમાં દોષી જાહેર કર્યા હતા. સ્પેશ્યલ જજ વિકાસ ધુલ્લે આ આદેશ આપ્યો હતો.
આ મામલે હવે ૨૬ મેએ સુનાવણી હાથ ધરાશે કે જ્યારે અદાલત સજાના પ્રમાણ અંગે દલીલો સાંભળશે. સીબીઆઇએ ૨૦૦૫માં આ કેસ દાખલ કર્યો હતો
અને ૨૬ માર્ચ ૨૦૧૦ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી
હતી, જેમાં ચૌટાલા પર ૧૯૯૩થી ૨૦૦૬ દરમ્યાન ૬.૦૯
કરોડ રૂપિયાની સંપત્તિ જમા
કરવાનો આરોપ હતો કે જે તેમની કાયદેસરની કમાણી કરતાં ખાસ્સી વધારે હતી.  

national news haryana