ચારધામ યાત્રા માટે ઑટોની જેમ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરાયો

11 August, 2022 08:14 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

આ વર્ષે કેદારનાથ અને બદરીનાથ જવા-આવવા માટે ૮,૮૦,૦૦૦ શ્રદ્ધાળુઓએ હેલિકૉપ્ટરનો ઉપયોગ કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

માત્ર ૬૦ દિવસમાં અંદાજે ૨૮ લાખ શ્રદ્ધાળુઓએ ચારધામનાં દર્શન કર્યાં છે. મે મહિનામાં ચારધામ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી ૧૦,૪૨,૯૬૩ શ્રદ્ધાળુઓએ બદરીનાથ ધામનાં, જ્યારે ૯,૭૬,૫૧૪ શ્રદ્ધાળુઓએ કેદારનાથનાં દર્શન કર્યાં છે. 

૪,૬૩,૭૦૫ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી, જ્યારે ૩,૫૬,૯૪૫ શ્રદ્ધાળુઓએ યમુનોત્રીનાં દર્શન કર્યાં હતાં. નોંધપાત્ર વાત એ છે કે સરકારના ડેટા અનુસાર આ વર્ષે કેદારનાથ અને બદરીનાથ જવા-આવવા માટે ૮,૮૦,૦૦૦ શ્રદ્ધાળુઓએ હેલિકૉપ્ટરનો ઉપયોગ કર્યો હતો. અહીં ઑટોની જેમ જ હેલિકૉપ્ટરનો ઉપયોગ થયો હતો. 

national news kedarnath badrinath