VHPની ધર્મસંસદમાં હંગામો, મોહન ભાગવતના સંબોધન બાદ નારેબાજી

01 February, 2019 07:43 PM IST  | 

VHPની ધર્મસંસદમાં હંગામો, મોહન ભાગવતના સંબોધન બાદ નારેબાજી

ભાગવતના સંબોધન બાદ હંગામો

વિશ્વ હિંદૂ પરિષદની ધર્મ સંસદના બીજા દિવસનું અંતિમ સત્ર હંગામાની ભેટ ચડી ગયો. અયોધ્યામાં રામ મંદિરને લઈને મોદી સરકારના નિર્ણય પર ચાલવાના પ્રસ્તાવ પર મહોર લાગ્યા બાદ અંતિમ સત્રમાં મોહન ભાગવત સંબોધન કરી રહ્યા હતા. જે સંબોધન પૂર્ણ થતા હંગામો થઈ ગયો.

વિશ્વ હિંદૂ પરિષદની ધર્મસંસદમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે અમને મંદિરથી ઓછું કાંઈ જ મંજૂર નથી. તેમણે કહ્યું કે રાજનૈતિક હલચલ જે પણ હોય, બે ત્રણ મહિનામાં કાંઈક તો થશે. સંત અને સામાન્ય લોકો સતર્ક રહે. RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિર મામલે એક ઈંચ પણ સમજૂતી નહીં થાય. સાથે એ પણ કહ્યું કે અમને રામ મંદિર એવું જ જોઈએ જેવું અમે લોકોને બચાવીએ છે. જે બાદ સંતોએ હંગામો કરવાનું શરૂ કરી દીધું.

સાથે મોહન ભાગવતે એમ પણ કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે એમ પણ માન્યું છે કે નીચે મંદિર છે. અને ત્યાં રામ મંદિર જ બનશે. ભાગવતે એમ પણ કહ્યું કે સરકાર જો રામ મંદિર પર કામ કરશે તો રામ ભગવાનનો આશિર્વાદ મળશે.

આ પણ વાંચોઃ Budget 2019: કેવા રહ્યા બજેટ પર પ્રતિભાવ, જાણો કોણે શું કહ્યું?

મોહન ભાગવતનું સંબોધન ખતમ થતાની સાથે જ રામ મંદિરના નિર્માણની તારીખ જાહેર કરવાની માંગ સાથે હંગામો થવા લાગ્યો.  ભાગવતના સંબોધન બાદ ત્યાના સાધુ-સંતો ભડકી ગયા અને હોબાળો કર્યો.


mohan bhagwat ram mandir