ચંદ્રયાન 2ના સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ આ દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ

22 July, 2019 03:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

ચંદ્રયાન 2ના સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ આ દિગ્ગજોએ આપી શુભેચ્છાઓ

ચંદ્રયાન 2

sriharikota : ચંદ્રયાન 2નું લૉન્ચિંગ થઈ ગયું છે અને તે પણ સફળ રહ્યું હોવાથી આ મહાનુભાવોએ ઇસરોને શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા છે. એટલું જ નહીં આ મિશન મૂન સફળ રહે તેવી પણ કામના કરી રહ્યા છે. આજે લૉન્ચ થયેલ ચન્દ્રયાન 2 આ પહેલા 15 જુલાઇના રોજ લૉન્ચ થવાનું હતું પણ તે ગયા અઠવાડિયે ટેક્નિકલ કારણોસર અટક્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ ભારતને ગર્વ અપાવવા બદલ શુભેચ્છાઓ આપી છે

ભારત માટે ગૌરવની ક્ષણ વધુ એકવાર આવી છે. ફરી એકવાર ભારત અંતરિક્ષમાં પોતાની તાકાત બતાવવા તૈયાર છે. ચંદ્રયાન 2નું લોન્ચિંગ ગત સપ્તાહે ટેક્નિકલ કારણોસર અટક્યું હતું. પરંતુ ઈસરોએ આ ક્ષતિને સુધારી લીધી છે અને સોમવારે ચંદ્રના વારના દિવસે જ ચંદ્ર પર પહોંચવા માટે ભારત તૈયાર છે. ભારતનું ચંદ્રયાન 2 અનેક રીતે ખાસ છે. કારણ કે ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર જવાનું છે. જ્યાં હજી સુધી કોઈ પણ સ્પેસ એજન્સી પહોંચી શકી નથી.

મોહમદ કેફ ભારત માટે ગર્વની ક્ષણ છે તેમ કહેતાં ઇસરોને અભિનંદન આપ્યું છે

યુ.એસ. એમ્બેસીએ પણ ઇસરોને શુભેચ્છાઓ આપી છે તેમજ તે આના પછી શું કરવાના છે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

પૂર્વ ક્રિકેટર હર્ષા ભોગલેએ ઇસરોને આપી શુભેચ્છાઓ

નિર્મલા સીથારમને ઇસરોને આપી શુભેચ્છાઓ

વીરેન્દ્ર સહેવાગે પણ ચંદ્રયાન 2ની ટીમ તેમજ ઇસરોને શુભેચ્છાઓ આપી છે

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ શુભેચ્છાઓ આપી છે

વી.વી.એસ. લક્ષ્મણે પણ ઇસરોને તેના સફળતાપૂર્વક લૉન્ચ માટે શુભેચ્છાઓ આપી છે

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઇસરોને શુભેચ્છાઓ આપી છે તેમજ ભારતને સ્પેસ સુપર પાવર બનાવવા માટે ઇસરોનો આભાર વ્યક્ત કર્યો છે. 

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે પણ ઇશરોને અભિનંદન આપ્યા છે

BJPના ઑફિશિયલ ટ્વિટર પરથી પણ ઇસરોને અભિનંદન આપવામાં આવ્યા છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ ઇસરોને આપ્યા અભિનંદન

ભારતીય ક્રિકેટર સુરેશ રાયનાએ પણ ચન્દ્રયાન 2ના સફળ લૉન્ચ બાદ ગર્વની લાગણી અનુભવી છે 

પિયુષ ગોયેલે ઇસરોને આપી શુભેચ્છાઓ 

national news indian space research organisation