ચંદ્રયાન-2ના ઑર્બિટરને મળી મોટી સફળતા, જાણો તેના વિશે

02 November, 2019 12:06 PM IST  |  મુંબઈ

ચંદ્રયાન-2ના ઑર્બિટરને મળી મોટી સફળતા, જાણો તેના વિશે

ચંદ્રયાન 2

ઈસરોના ચંદ્રયાન-2ના વિક્રમ ઑર્બિટર સાથે સંપર્ક ન થવાની પરેશાની ભલે ન દૂર થઈ હોય, પરંતુ હવે ચંદ્રયાન-2 ઑર્બિટરે ચંદ્રમાના બહારના વાતાવરણમાં આર્ગન-40નો પતો લગાવી લીધો છે. ઈસરોએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. આ અભ્યા માટે ચંદ્રયાન-2 ઑર્બિટર પર ચંદ્ર એટમૉસફીયરિંગ કંપોઝિશન એક્સપ્લોરર-2 પેલોડ હાજર છે. તે ન્યૂટ્રલ માસ સ્પેક્ટ્રોમીટર પર આધારિત પેલોડ છે, જે 1-300એએમયૂની સીમામાં ચંદ્રના ઉદાસીન બહારના વાયુમંડળના ઘટકોનો તો લગાવી શકે છે.

આ પેલોડે પોતાના શરૂઆતના ઑપરેશન દરમિયાન 100 કિમી ઉંચાઈથી ચંદ્રમાની બહારના વાયુમંડળમાં ઑર્ગન-40નો પતો લગાવ્યો છે, અને તે પણ દિવસ અને રાતની વિવિધતાઓને કેપ્ચર કરીને. ઓર્ગન-40 ચંદ્રમાંની સપાટી પર તાપમાનમાં ફેરફાર અને દબાણ પડવા પર સંઘનિત થતી ગેસ છે. આ ચંદ્રમાં પર થતી લાંબી રાત દરમિયાન સંઘનિત થયા છે. જ્યારે ચંદ્ર પર સવાર થયા છે ત્યારે આર્ગન 30 ત્યાંથી નીકળીને ચંદ્રના બહારના વાયુમંડળમાં જવા લાગે છે. ચંદ્રમા પર દિવસ અને રાતના સમયે ચંદ્રયાન-2ની એક પરિક્રમા દરમિયાન આર્ગન 40માં આવતા અંતરને જોવામાં આવ્યું છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં કામનો છે ગેસ
આર્ગનનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રના કામકાજમાં વધારે થાય છે.આ ફ્લોરેસેન્ટ લાઈન અને વેલ્ડિંગના કામમાં પણ ઉપયોગી છે. આ ગેસની મદદથી વર્ષો સુધી કોઈ વસ્તુને સંરક્ષિત રાખી શકાય છે. આ ગેસની મદદથી ઠંડામાં ઠંડા વાતાવરણને રૂમ ટેમ્પરેચર પર રાખી શકાય છે. એટલે જ ઉંડા સમુદ્રમાં જતા મરજીવાનો પોષાકમાં આ ગેસનો ઉપયોગ થાય છે.

ચારેય તરફથી ઘેરે છે ગેસનું આવરણ
ખગોળ વિજ્ઞાનીઓ ચંદ્રમાને ચારે તરફથી ઘેરતા ગેસના આવરણને લૂનર એક્સોસ્ફીયર એટલે કે ચંદ્રમાનું બહારનું વાતાવરણ કહે છે. તેનું કારણ છે કે તે વાતાવરણ એટલું હલ્કુ હોય છે કે ગેસના પરમાણુ એક-બીજા સાથે બહુ ઓછા ટકરાય છે. જ્યાં પૃથ્વીના વાતાવરણમાં મધ્ય સમુદ્ર તળની પાસે એક ઘન સેન્ટીમીટરમાં પરમાણુઓની માત્રા 10ની પાછળ 19 શૂન્ય જેટલી છે.

isro national news