BJPના મહારાષ્ટ્રના નવા ચીફ ચંદ્રકાંત પાટીલ અને મુંબઈના નવા ચીફ પરાગ અળવણી?

30 October, 2014 05:44 AM IST  | 

BJPના મહારાષ્ટ્રના નવા ચીફ ચંદ્રકાંત પાટીલ અને મુંબઈના નવા ચીફ પરાગ અળવણી?


ચંદ્રકાંત પાટીલ અને પરાગ અળવણી



BJPના એક લીડરે આ બાબતે કહ્યું હતું કે વાનખેડે સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં BJPની સરકારની શપથવિધિ પછીના એક કે બે દિવસમાં ચંદ્રકાંત પાટીલના નામની ઘોષણા કરવામાં આવી શકે છે.

૧૫ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી માટે BJPના પ્રમુખ અમિત શાહે પ્રચારઝુંબેશ પણ કોલ્હાપુરથી શરૂ કરી હતી અને ત્યાં જ તેમનું સાસરું પણ આવેલું છે.

ય્લ્લ્માં ઊંડાં મૂળિયાંની સાથે-સાથે ચંદ્રકાંત પાટીલ સંઘપરિવાર સાથે પણ સારા સંબંધ ધરાવે છે. તેમના નજીકનાં સૂત્રોનું કહેવું હતું કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારમાં મિનિસ્ટ્રી સંભાળવા કરતાં તેમણે ઑર્ગે‍નાઇઝેશનના પદ પર પોતાની પસંદગી ઉતારીને સરકાર અને પાર્ટી ઑર્ગે‍નાઇઝેશન વચ્ચે એક બ્રિજ તરીકે કામ કરવાનો નિર્ણય લીધો હતો.

BJPના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલારને પણ પ્રધાનપદ મળવાની આપવાની શક્યતા હોવાથી પાર્ટીમાં મુંબઈના પ્રમુખપદની જગ્યા પણ ખાલી થઈ શકે છે અને એ માટે શક્યત: રિપ્લેસમેન્ટ તરીકે વિલે પાર્લેના વિધાનસભ્ય પરાગ અળવણીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

બાબુઓને સૂચના  : નવા પ્રધાનો માટે માહિતી સાથે તૈયાર રહો


રાજ્યમાં નવી સરકાર કામકાજ સંભાળવા તૈયાર હોવાથી બાબુઓને નવા પ્રધાનો માટે માહિતી સાથે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ચીફ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રિયએ બોલાવેલી મીટિંગમાં મંત્રાલયમાં વિભાગોના સેક્રેટરીઓને આ માટે નવા પ્રધાનો માટે હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ, ચલાવવામાં આવી રહેલી સ્કીમ્સનું સ્ટેટસ, વિવિધ પડકારો અને બીજા કયા પ્રકારના પ્રોજેક્ટ્સ પર કાર્ય કરી શકાય જેવી બાબતોનો સમાવેશ કરતું એક પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ ઉપરાંત વિભાગોને રેવન્યુ જનરેશન માટે અન્ય તકો શોધવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત પાછલી સરકારે કરેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય એ માટે અને મોટા સુધારાઓ લાવી શકાય એ માટે વૉટર રિસૉર્સિસ અને પાવર વિભાગને એક પ્લાન તૈયાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે રાજ્યની તિજોરી પર ત્રણ લાખ કરોડ રૂપિયા જેવો ભાર હોવાથી રાજ્યની આર્થિક પરિસ્થિતિ પર દબાણ વધતાં આની અસર ભવિષ્યમાં પ્રોજેક્ટ્સ પર પડી શકે છે.