તીડ આતંકગ્રસ્ત રાજ્યોને કેન્દ્ર કરશે મદદ, મહારાષ્ટ્રમાં 8 કરોડ તીડ હતાં

28 May, 2020 12:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તીડ આતંકગ્રસ્ત રાજ્યોને કેન્દ્ર કરશે મદદ, મહારાષ્ટ્રમાં 8 કરોડ તીડ હતાં

રાજસ્થાનના જયપુરમાં એક મકાનની છથ પર તીડનું ટોળું દેખાયું હતું (તસવીર સૌજન્ય: એએફપી)

તીડના હુમલા સામે લડતા રાજ્યોની મદદ કરવાની કેન્દ્ર સરકારે તૈયારી દેખાડી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે બુધાવરે જણાવ્યું હતું કે, તીડ હુમલાના અસરગ્રસ્ત રાજ્યોમાં તીડ નિયંત્રણ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. જંતુનાશક સ્પ્રેની 89 ફાયરબ્રિગેડ, સર્વે માટે 120 વાહનો, 47 નિયંત્રણ વાહનો સ્પ્રેના સાધનો સાથે, તીડના નિયંત્રય માટે સ્પ્રેના 810 ટ્રેક્ટર જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવ્યા છે.

રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ પાંચ રાજ્યોમાં જીવડાઓ ઝડપથી આગળ વધી રહ્યાં છે.

મંત્રાલયે કહ્યું હતું કે, આજની તારીખે બારમેર, જોધપુર, નાગૌર, બિકાનેર. ગંગાનગર, હનુમાનગ્રહ, સીકર, રાજસ્થાનના જયપુર જીલ્લા અને સત્ના, ગ્વાલિયર, સીધી, રાજગ્રહ, બૈતુલ, દેવસ, મધ્ય પ્રદેશના આગર માલવા જીલ્લામાં સક્રિય તીડના ઝૂંડ છે.

માહારાષ્ટ્રમાં સોમવારે મોડી રાત્રે જંતુનાશક દવા છાંટવામાં આવી ત્યારબાદ તીડના ઝૂંડ બે ભાગમાં વેચાઈ ગયા હતા. એક ઝૂંડ નાગપૂરના પારસોની તરફ આગળ વધ્યું હતું અને બીજું ભંડારામાં પ્રવેશ્યું હોવાની માહિતિ અધિકારીઓએ આપી હતી.

એગ્રિક્લચરના ડિવિઝનલ જોઈન્ટ ડાયરેક્ટ રવિન્દ્ર ભોસલેએ આપેલી માહિતિ પ્રમાણે, બુધવારે તીડે 100 કિમી જેટલો પ્રવાસ કર્યો હતો અને તેઓ અંધલગાંવ, મોહડી તાલુકો ફરી નાગપુરની રામટેક તહસીલ, અને ફરી તુમસર ભંડારા પહોચ્યા હતા.

રાજ્યના કૃષિ વિભાગે વિદર્ભના તમામ 11 જીલ્લાઓ અને ઉત્તર મહારાષ્ટ્રના ચાર જિલ્લાઓ માટે ‘તીડ એલર્ટ’ જાહેર કર્યું હતું.

મહારાષ્ટ્રની હાલત કફોડી, અંદાજે આઠ કરોડ તીડ આવ્યાં હોવની શક્યતા

મહારાષ્ટ્રએ 17 વર્ષ બાદ તીડનો હુમલો જોયો. તીડ મોટે ભાગે જુવાર, બાજરા, મકાઇ પર જીવે છે,  વિસ્તારોમાં તીડ ફરી વળ્યા છે ત્યાં આ પાક નથી ઉગાડાતો પણ સ્વૉર્મિંગ દરમિયાન, ટોળેબંધ તીડ સંતરાનાં પાન, ઘાસ અને મોસમી શાકભાજી પર ગોઠવાઇ ગયા. સુભાષ નાગરે જે ડિવિઝનલ જોઇન્ટ ડાયરેક્ટર એગ્રીકલ્ચર છે તથા અમરાવતી ડિવિઝનમાં કામ કરે છે તેમણે મિડ-ડેને જણાવ્યું હતું કે 24મી મે નાં રોજ સાંજે સાત વાગે તેમને પાલા, મોરશી, અમરાવતીનાં ખેડૂતોએ ફોન કરીને તીડનાં ટોળાઓ ખેતર પર ફરી વળ્યાં હોવાની માહિતી આપી હતી. જ્યારે ટીમ પહોંચી ત્યારે ખબર પડી કે આ તમામ રણપ્રદેશનાં તીડ છે અને અંદાજે દસથી પંદર લાખ તીડ ટોળેબંધ અહીં પહોંચ્યા હતા. નાગરેએ ઉમેર્યું કે, “અમે જંતુનાશક પાલા ગામમાં છાંટી અને ઢોલ નગારા, થાળીઓ વગેરે જોર જોરથી વગાડવા કહ્યું અને સાયલેન્સર વગરનાં મોટર સાઇકલ અને ટ્રેક્ટર વાપવા કહ્યુ જેથી તીડ ઉડી જવા મજબુર થઇ જાય. હજારો તીડ 26મી મેનાં દિવસે ખેતરોમાં મરેલા જોવા મળ્યા હતા અને અમારા અંદાજ મુજબ અંદાજે 8 કરોડ તીડ મહારાષ્ટ્રમાં ઘુસ્યા હતા જેમાંથી અમુક ટોળાં બીજા વિસ્તારમાં ગયા, અમુક ભંડારા પહોંચ્યા અને અમુક મધ્યપ્રદેશ તરફ ચાલ્યા ગયા.”

national news new delhi