ભારત સરકારે વધુ 43 ચાઈનીઝ એપ્પ ઉપર મૂક્યો પ્રતિબંધ

24 November, 2020 05:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત સરકારે વધુ 43 ચાઈનીઝ એપ્પ ઉપર મૂક્યો પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર

ભારત સરકારે ચીનની ઘણી મોબાઈલ એપ્પને જોખમી ગણાવીને તેના ઉપર પ્રતિબંધ મૂક્યો જ છે એવામાં આજે ફરી સરકારે વધુ 43 એપ્પ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે કહ્યું કે, દેશની સુરક્ષા અને અખંડતા અને એકતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચોઃ આ 118 એપ્પ ઉપર સરકારે લગાવ્યો પ્રતિબંધ

પ્રથમવાર સરકારે 29 જૂનના રોજ આજ કારણ દર્શાવીને 59 ચીનની એપ્સ પર બેન મૂક્યો હતો. આ નિર્ણય ગલવાન અથડામણ પછી લેવાયો હતો. આ પછી 27 જૂલાઈના રોજ પણ 47 એપ પર બેન કર્યો હતો. લદ્દાખમાં તણાવ વધ્યા પછી અને ચીનના સૈનિકોની ઘૂસપેઠની કોશિશ પછી સરકારે આ નિર્ણય લીધો છે.

સૌથી મોટો નિર્ણય સરકારે બે સપ્ટેમ્બરના રોજ પબજી સહિત 118 એપ્સ બેન કરીને લીધો હતો.  પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી હતી. એવામાં ભારત સરકારે ફરી 43 મોબાઈલ એપને બેન કરી છે. તેની પાછળ સુરક્ષાનું કારણ આગળ ધરાયું છે.

આ પણ વાંચોઃ PUBG મોબાઈલ ગેમર્સ માટે આવ્યા આ ગુડ ન્યૂઝ...

જોકે પબજી ફરી ભારતમાં લૉન્ચ થવાની છે તેથી ગેમર્સ ખુશ થયા છે.

આ 43 એપ્પ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

 

national news china