રેલવેની મોંઘી જમીન પ્રાઇવેટ કંપનીઓને આપશે સરકાર, આટલી છે રિઝર્વ પ્રાઇસ

11 December, 2020 07:32 PM IST  |  New Delhi | Gujarati Mid-Day Online Correspondent

રેલવેની મોંઘી જમીન પ્રાઇવેટ કંપનીઓને આપશે સરકાર, આટલી છે રિઝર્વ પ્રાઇસ

પ્રતીકાત્મક તસવીર

રેલવેએ ખાલી પડેલી જમીનનો વિકાસ કરવા માટે રેલવે ભૂમિ વિકાસ પ્રાધિકરણ (RLDA)નું ગઠન કર્યું હતું. આ અંગે દેશભરમાં ખાલી રહેલી રેલવેની જમીનને PPP મૉડલ હેઠળ વિકસિત કરવાની જવાબદારી છે.

દિલ્હીમાં ત્રીસ હજર મેટ્રો અને કાશ્મીરી ગેટ સાથે લાગેલી રેલવે કૉલોનીની ખૂબ જ મોંઘી જમીનને કેન્દ્ર સરકાર હવે પ્રાઇવેટ કંપનીઓને લીઝ પર આપવાની તૈયારી પૂરી કરી ચૂકી છે. સરકારે આ માટે ઑનલાઇન બિડ જાહેર કર્યું છે. ઑનલાઇન બિડની કિંમત અંતિમ તારીખ 27 જાન્યુઆરી છે. આ જમીન લગભગ 21800 સ્ક્વેર મીટર છે જે મધ્ય દિલ્હીની સૌથી મોંઘી જમીન માનવામાં આવી રહી છે. હાલ 393 કરોડ રિઝર્વ પ્રાઇઝ રાખવામાં આવી છે.

આ જમીન પર PPP મૉડલ હેઠળ પાંચ વર્ષમાં કૉલોનીથી લઈને મૉલ અને દુકાનો બનાવવી છે. રેલવેની ખાલી પડેલી જમીનને વિકસિત કરવા માટે રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ એટલે કે Rail Land Development Authority બનાવવામા આવી હતી જે આખા દેશની 84 રેલવે કૉલોનીઓને આ મુદ્દે વિકસિત કરવાનો ઇરાદો રાખે છે. RLDAના ઉપાધ્યક્ષ વેદપ્રકાશ ડુડેજાએ જણાવ્યું કે નવી દિલ્હી, ગોમતી નગર, દેહરાદૂન સહિત અનેક રેલવેની જમીન વિકસિત કરવાનું કામ થઈ રહ્યું છે.

ગયા મહિને રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ (આરએલડીએ)એ વારાણસીમાં સ્માર્ટ સિટી પ્રૉજેક્ટ હેઠળ વસુંધરા લોકો રેલવે કૉલોનીના પુનર્વિકાસ માટે ઑનલાઇન બિડ આમંત્રિત કર્યું હતું. આ યોજના હેઠળ કુલ ભૂમિ 2.5 હૅક્ટર રાખવામાં આવી છે, જ્યાં 1.5 હૅક્ટરમાં રેલવે કૉમર્શિયલ કૉમ્પ્લેક્સ વિકસિત કરવાની યોજના છે. RLDAએ આ પરિયોજના માટે લીઝ સમય 45 વર્ષ નક્કી કર્યું હતું અને રિઝર્વ પ્રાઇસ ફક્ત 24 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.

national news new delhi indian railways