08 May, 2025 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદ
કેન્દ્ર સરકારે બુધવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે. પ્રવીણ સૂદે ૨૦૨૩ની ૨૫ મેએ બે વર્ષના કાર્યકાળ માટે CBI ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના તથા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની બનેલી પસંદગી સમિતિની બેઠકમાં તેમનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રવીણ સૂદ ૧૯૮૬ બૅચના કર્ણાટક કૅડરના IPS અધિકારી છે.