દેશવિરોધી અભિયાન ચલાવતી 40 વેબસાઇટો પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

07 July, 2020 12:29 PM IST  |  New Delhi | Agencies

દેશવિરોધી અભિયાન ચલાવતી 40 વેબસાઇટો પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

દેશવિરોધી અભિયાન ચલાવનારી ૪૦ વેબસાઇટો પર ભારત સરકારે મોટી ઍક્શન લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૪૦ વેબસાઇટોને તાત્કાલિક ધોરણે બંધ કરી દીધી છે એટલે કે વધુ ૪૦ વેબસાઇટો પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધિત સંગઠન સિખ ફૉર જસ્ટિસ સાથે જોડાયેલી ૪૦ વેબસાઇટો પર અલગાવવાદી ગતિવિધિઓનું સમર્થન કરવા માટે સરકાર દ્વારા રોક લગાવવામાં આવી દીધી છે. આ માહિતી ગૃહ મંત્રાલયે આપી હતી.

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નૉલૉજી મંત્રાલયે ભારતમાં સાઇબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે. ગયા વર્ષે ગૃહ મંત્રાલયે દેશવિરોધી પ્રવૃત્તિના આક્ષેપ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો. એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ સિખ જનમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો.

national news