કેન્દ્ર સરકારે વૉટ્‌સઍપને કહ્યું...

20 January, 2021 01:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે વૉટ્‌સઍપને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ મેસેજિંગ ઍપ વૉટ્‌સઍપની પ્રાઇવસી પૉલિસી અંગે ચાલી રહેલા વિવાદમાં હવે કેન્દ્ર સરકારે પણ ઝંપલાવ્યું છે. સરકારે વૉટ્‌સઍપને કહ્યું, ઍપની પ્રાઇવસી પૉલિસીમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારને પરત લેવામાં આવે. સરકારનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનો એકતરફી ફેરફાર નિષ્પક્ષ અને સ્વીકાર કરવા માટે યોગ્ય નથી.

નવી પ્રાઇવસી પૉલિસી અંગે ઇલેક્ટ્રૉનિક્સ અને મિનિસ્ટરી ઓફ ઇન્ફર્મેશન મંત્રાલયે વૉટ્‌સઍપના સીઈઓ વિલ કૈથકાર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતમાં વૉટ્‌સઍપના સૌથી વધુ યુઝર બેઝ છે, સાથે જ ભારત વૉટ્‌સઍપની સેવાઓનું સૌથી મોટું બજાર છે. વૉટ્‌સઍપની સેવા શરતો અને પ્રાઇવસી પૉલિસીમાં પ્રસ્તાવિત ફેરફારથી ભારતીય નાગરિકોની પસંદ અને સ્વાયત્તતા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે.

મંત્રાલયે વધુમાં કહ્યું, વૉટ્‌સઍપે પ્રસ્તાવિત ફેરફારોને પાછા લેવા જોઈએ, સાથે જ ઇન્ફર્મેશન પ્રાઇવસી, ફ્રીડમ ઑફ ચોઇસ અને ડેટા સિક્યૉરિટી માટે પોતાના દૃષ્ટિકોણ અંગે ફરીથી વિચાર કરવો જોઈએ. ભારતીયોનું યોગ્ય સન્માન કરવું જોઈએ. વૉટ્સઍપની સેવા શરતો અને પૉલિસીમાં કોઈ એકતરફી ફેરફાર નિષ્પક્ષ નથી અને એનો સ્વીકાર નહીં કરવામાં આવે.

national news whatsapp