સાત દિવસ માટે અંતરિક્ષમાં જશે ત્રણ ભારતીય, ગગનયાન પ્રોજેક્ટને મંજૂરી

28 December, 2018 05:59 PM IST  | 

સાત દિવસ માટે અંતરિક્ષમાં જશે ત્રણ ભારતીય, ગગનયાન પ્રોજેક્ટને મંજૂરી

હવે ભારતીયો જઈ શકશે અવકાશમાં

વર્ષ 2022 સુધીમાં ભારતીયોને ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત અંતરિક્ષમાં મોકલવાની યોજનાને ભારત સરાકરની મંજૂરી મળી ગઈ છે. ત્રણ ભારતીયો અંતરિક્ષમાં સાત દિવસ વિતાવશે. કેન્દ્રીય કેબિનેટે આ માટે બજેટ પણ મંજૂર કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે આમાં દસ હજાર કરોડનો ખર્ચ આવશે.

દેશના 72માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટની મદદથી ભારત અંતરિક્ષમાં માનવીને મોકલનાર દુનિયાનો ચોથો દેશ બની જશે.

આ યોજનાની ખાસ વાતો

ઈસરો આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલવા માટે પોતાના સૌથી મોટા રૉકેટ, GSLV 3ને તહેનાત કરવાની તૈયારીમાં છે.

અંતરિક્ષ એજંસી 40 મહિનામાં પહેલું મિશન શરૂ કરવાની આશામાં છે. પરીક્ષણ માટે પહેલા 5-7 દિવસો માટે પૃથ્વીની કક્ષામાં બે માનવ રહિત અને એક માનવ સહિત વિમાન મોકલવામાં આવશે.

isro