લંડનથી આવનારા લોકો માટે કેન્દ્રએ ખાસ એસઓપી જાહેર કરી

23 December, 2020 11:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લંડનથી આવનારા લોકો માટે કેન્દ્રએ ખાસ એસઓપી જાહેર કરી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષ વર્ધન (તસવીર સૌજન્ય: ટ્વીટર)

કોરોના વાઇરસના નવા મ્યુટેન્ટ સ્ટ્રેઇનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઑફ પ્રોસિજર જાહેર કરી છે. નવા નિયમો પ્રમાણે યુકેની ફ્લાઇટથી આવનારા એવા મુસાફરો કે જેમનામાં કોરોના વાઇરસનાં નવાં લક્ષણ મળી આવ્યાં છે તેમને અલગથી આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવશે.

જાણો શું છે નવા નિયમ?

યુકેથી આવનારા તમામ મુસાફરોનો અનિવાર્યરૂપે ઍરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. જે મુસાફર પૉઝિટિવ જણાઈ આવશે તેમને અલગ આઇસોલેશન યુનિટમાં ઇન્સ્ટિટ્યૂશન ક્વૉરન્ટીનમાં રાખવામાં આવશે. પૉઝિટિવ આવેલા લોકોને જિનોમિક સિક્વેન્સિંગ માટે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી, પુણેમાં રાખવામાં આવશે.

જો કોઈ વ્યક્તિ પૉઝિટિવ જણાશે અને તેનું ક્વૉરન્ટીન નવું નથી તો તેની સારવાર વર્તમાન પ્રોટોકૉલના હિસાબે કરવામાં આવશે, પરંતુ જો જિનોમિક સિક્વેન્સિંગમાં જણાઈ આવશે તો વેરિએન્ટ નવું હશે તો એની સારવાર વર્તમાન પ્રોટોકૉલ પર કરવામાં આવશે, પરંતુ એના ૧૪ દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.

આરટી-પીસીઆર ટેસ્ટમાં જે મુસાફર નેગેટિવ જણાઈ આવશે તેમને પણ ઘરમાં જ ક્વૉરન્ટીન રહેવાની સલાહ આપવામાં આવશે.

coronavirus covid19 national news london