N-95 માસ્ક અંગે સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, કોરોનાને રોકવામાં નિષ્ફળ

21 July, 2020 05:37 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

N-95 માસ્ક અંગે સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, કોરોનાને રોકવામાં નિષ્ફળ

N-95ના આવા માસ્કનો ઉપયોગ ટાળવો.

સ્વાસ્થ્ય સેવા મહાનિદેશકે જણાવ્યું કે છિદ્રયુક્ત શ્વસનયંત્ર લગાડેલું એન-95(N-95) માસ્ક (Mask)કોરોના વાયરસ(Coronavirus)ના ફેલાતાં અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિપરીત છે. કારણકે આ માસ્ક બહારના વાયરસને આવતાં અટકાવતું નથી. આ જોતાં હું તમને આગ્રહ કરું છું કે બધાં સંબંધિત લોકોને નિર્દેશ આપો કે ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરો અને એન-95ના અયોગ્ય વપરાશને અટકાવો.

કેન્દ્ર સરકારે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને લોકોને છિદ્રયુક્ત શ્વાસયંત્ર (વૉલ્વ્ડ રેસ્પિરેટર) લાગેલા એન-95 માસ્ક પહેરવાને લઈને ચેતવણી જાહેર કરી છે. પત્રમાં ચેતવણી જાહેર કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આથી કોરોના વાયરસ ફેલાતાં અટકતો નથી અને આ કોવિડ-19 મહામારી વિરુદ્ધ લેવામાં આવેલા પગલાંની 'વિપરીત' છે.

સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા મહાનિદેશક રાજીવ ગર્ગે રાજ્યોના સ્વાસ્થ્ય તેમજ ચિકિત્સા શિક્ષા મામલે પ્રધાન સચિવોને પત્ર લખ્યો છે. આ પત્રમાં મહાનિદેશક રાજીવ ગર્ગે કહ્યું કે આ તથ્ય સામે આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓને બદલે એન-95 માસ્કનો 'અયોગ્ય ઉપયોગ' કરી રહ્યા છે. વિશે। રૂપે આ એવા એન-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં છિદ્રયુક્ત શ્વસન યંત્ર (વૉલ્વ્ડ રેસ્પિરેટર) લાગેલું છે.

સ્વાસ્થ્ય સેવા મહાનિદેશકે જણાવ્યું કે છિદ્રયુક્ત શ્વસનયંત્ર લગાડેલું એન-95 માસ્ક કોરોના વાયરસના ફેલાતાં અટકાવવા માટે લેવામાં આવેલા પગલાંની વિપરીત છે. કારણકે આ માસ્ક બહારના વાયરસને આવતાં અટકાવતું નથી. આ જોતાં હું તમને આગ્રહ કરું છું કે બધાં સંબંધિત લોકોને નિર્દેશ આપો કે ફેસ/માઉથ કવરના ઉપયોગનું પાલન કરો અને એન-95ના અયોગ્ય વપરાશને અટકાવો.

જણાવવાનું કે સરકારે એપ્રિલમાં આ બાબતની એડવાઇઝરી જાહેર કરી હતી જેમાં ફેસ/માઉથ કવર કરવા માટે ઘરમાં બનેલા પ્રૉટેક્ટિવ કવરનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે લોકો જ્યારે ઘરમાંથી બહાર નીકળે તો એવા કવરનો ઉપયોગ કરે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે આવા કવરને દરરોજ ધોઇને સાફ કરવું જોઇએ. સૂતી કાપડમાંથી બનેલા ફેસ કવરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : સોના અને ચાંદી પછી હવે એલઈડી માસ્ક આવી ગયા છે

ફેસ કવરનું કપડું કયા કલરનું છે, તેનાથી કોઇ ફરક નથી પડતો. ખ્યાલ એ વાતનું રાખવાનું છે કે ફેસ કવર ઉકળતાં પાણીમાં પાંચ મિનિટ સુધી ધોવાનું છે, પછી તેને સારી રીતે સૂકવીને ઉપયોગ કરવું. ધોવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી પાણીમાં થોડુંક મીઠું નાખવાની સલાહ આપવામાં આવી છે.

national news coronavirus covid19