Video: ટ્રાફિક પોલીસને કારના બોનટ પર 400 મીટર સુધી ઢસડ્યા, બેની ધરપકડ

15 October, 2020 02:10 PM IST  |  New Delhi | Gujarati Mid-Day Online Correspondent

Video: ટ્રાફિક પોલીસને કારના બોનટ પર 400 મીટર સુધી ઢસડ્યા, બેની ધરપકડ

Video: ટ્રાફિક પોલીસને કારના બોનટ પર 400 મીટર સુધી ઢસડ્યા, બેની ધરપકડ

દિલ્હીના અરાજકતત્વોમાં પોલીસનો પણ ડર નથી રહ્યો. ધૌલાકુઆમાં થયેલી એવી જ ઘટનામાં ખૂબ જ ખતરનાક રીતે ગાડી ચલાવતા યુવકને જ્યારે ટ્રાફિક પોલીસને 400 મીટર સુધી ઢસડી ગયો. તેનો જીવ જતાં જતાં બચ્યો. ઘટના દરમિયાન બોનટ પર ચડેલા પોલીસ કર્મચારીનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. કારમાં બે યુવકી ધરપકડ કરી લેવામાં આવી છે.

Delhi Police પ્રમાણે, 12 ઑક્ટોબરના ધૌલાકુંઆ પર, ટ્રાફિક પોલીસમાં તૈનાત કૉન્સ્ટેબલ મહિપાલ સિંહ વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે જ તેમણે ફેન્સી નંબર પ્લેટ લાગેલી અને સીધી ન ચાલતી ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો. જો કે, થોભવાને બદલે કાર ડ્રાઇવરે સ્પીડ વધારી દીધી. મહિપાલ જીવ બચાવવા માટે વાઇપર પકડીને કારના બોનટ પર ચડી ગયા. ત્યાર પછી કાર લગભગ 400 મીટર સુધી ચાલતી રહી અને મહિપાલ તેમના લટકી પડ્યા.

ત્યાર પછી આરોપીએ એકાએક બ્રેક માર્યો અને મહિપાલ જોરથી નીચે પડી ગયા. તેમનો જીવ ખૂબ જ મુશ્કેલથી જીવ બચ્યો. ત્યાર બાદ કાર ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો. જો કે, પોલીસે એક કિલોમીટર પછી કાર ડ્રાઇવરને પોલીસે અટકમાં લીધો. આરોપીની ઓળખ શુભમ તરીકે થઈ છે જે ઉત્તમ નગરનો રહેવાસી છે. કારમાં તેની સાથે તેનો મિત્ર રાહુલ બેઠો હતો. દિલ્હી પોલીસમાં કાર ડ્રાઇવર શુભમ અને રાહુલની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની વિરુદ્ધ સરકારી કામમાં ખલેલ પાડવા અને લાપરવાહીથી વાહન ચલાવવાની ધારાઓ 186/353/279/337માં કેસ નોંધવામાં આવ્યો છે.

national news delhi news Crime News