CBSE Exams: ધોરણ દસમા અને બારમાની જુલાઈમાં યોજાનારી પરીક્ષા રદ્દ

25 June, 2020 04:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

CBSE Exams: ધોરણ દસમા અને બારમાની જુલાઈમાં યોજાનારી પરીક્ષા રદ્દ

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશન (CBSE)એ ધોરણ દસ અને બારની બાકી રહેલી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનવાણીમાં બોર્ડે આ માહિતી આપી હતી. દેશભરમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSE બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ જુલાઈ એકથી પંદર જુલાઈ દરમ્યાન યોજાવાની હતી. બોર્ડે દસમા ધોરણની પરીક્ષા સંપુર્ણ રીતે રદ્દ કરી છે. જ્યારે બારમા ધોરણના વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે. પ્રથમ વિકલ્પ એ કે, પરિણામ ઈન્ટરનલ અસેસમેન્ટને આધાતે લે અથવા તો બીજો વિકલ્પ એ છે કે, પરિસ્થિતિ સામાન્ય થાય પછી પરીક્ષા આપે. પણ ઈન્ટરનલ એસેસમેન્ટ અથવા તો પરીક્ષા બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે. ઈન્ટરનલ એસેસમેન્ટને આધારે બોર્ડ 15 જુલાઈ સુધી બારમાના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેશે. આવતી કાલે એટલે કે શુક્રવાર 26 જૂને કોર્ટમાં ફરી સુનાવણી થશે તેમા પરીક્ષા અને રિઝલ્ટની પરિસ્થિતિ ખબર પડી જશે.

સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ICSE બોર્ડે પણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેઓ વિદ્યાર્થીઓને પછી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવા માંગતા નથી.

સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ બાકી રહેલા પેપર નહી આપી શકે તો નવી સ્કીમ મુજબ આવા વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ તેમના ત્રણ વર્ષની પરીક્ષાના આધારે થશે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઓરિસ્સા સરકારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયને પત્ર લખીને કહ્યું હતું કે પરીક્ષા રદ્દ કરવી જોઈએ.

national news central board of secondary education supreme court