CBSEની પરીક્ષાઓ લેવાશે મે 2021માં, જૂલાઇ સુધીમાં પરિણામ જાહેર કરાશે

31 December, 2020 06:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

CBSEની પરીક્ષાઓ લેવાશે મે 2021માં, જૂલાઇ સુધીમાં પરિણામ જાહેર કરાશે

ફાઇલ તસવીર

CBSEની 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 4 મેથી 10 જૂન વચ્ચે યોજાશે. 15 જુલાઈ સુધી રિઝલ્ટ જાહેર કરાશે.  1 માર્ચથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થશે. પરીક્ષાનું સમગ્ર શિડ્યૂલ (ડેટ શીટ) ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે ગુરૂવારે પોતાના સંબોધનમાં કહ્યું કે- કોરોનાકાળમાં ટીચર્સ અને પેરેન્ટ્સે જે રીતે પોતાની જાતને તૈયાર કરી છે, તે પ્રશંસનિય છે.લાંબા સમયથી દેશભરના છાત્રો સીબીએસઇ બોર્ડ પરિક્ષાની રાહ જોઇ રહ્યાં હતાં. હવે આ આતુરતાનો અંત આવ્યો છે. આજે કેન્દ્રના શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે.

શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી મે માસની ચોથી તારીખથી આ બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10 અને 12 ની આ પરીક્ષાઓ 10મી જૂન સુધી ચાલશે અને આ પરીક્ષાઓના પરિણામો 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, માર્ચ અથવા એપ્રિલમાં પરીક્ષાઓ આવશે. વચ્ચે એવી પણ અટકળો થતી હતી કે, સરકાર ઓનલાઇન પરીક્ષા લેશે. પરંતું આજે શિક્ષણમંત્રીએ જાહેરાતમાં સ્પષ્ટ કર્યુ છે કે, આ પરીક્ષા ઓફલાઇન એટલે કે, રાબેતા મુજબ લેવામાં આવશે.

national news