CTET 2021: સીટીઈટી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો સમગ્ર માહિતી

18 September, 2021 02:59 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CTET પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)16 ડિસેમ્બર 2021 થી 13 જાન્યુઆરી 2022 સુધી CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ) મોડમાં સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)ની 15 મી એડિશનનુ આયોજન કરશે (એડમિટ કાર્ડ પર ચોક્કસ તારીખ જણાવવામાં આવશે). સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા CTET (સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) ઓનલાઇન લેવામાં આવશે. 

CBSE દર વર્ષે સરકારી સ્કૂલોમાં શિક્ષકોની યોગ્યતા પરીક્ષા CTET નું આયોજન ઓફલાઇન મોડમાં કરે છે. આ વર્ષથી પરીક્ષાના મોડમાં ફેરફાર કરતા તેને ઓનલાઇ આયોજિત કરવામાં આવશે. ઉમેદવારોએ COVID-19 ની ગાઇડલાઇન સાથે પરીક્ષા આપવાની રહેશે.આ પરીક્ષા દેશભરમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે.

પરીક્ષા, અભ્યાસક્રમ, ભાષા, પાત્રતા માપદંડ, પરીક્ષા ફી, પરીક્ષા શહેર અને મહત્વની તારીખોની વિગતો ધરાવતી વિગતવાર માહિતી બુલેટિન 20 સપ્ટેમ્બરથી https://ctet.nic.in પર CTET ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. રસ ધરાવતા ઉમેદવારોએ ઉપર જણાવેલ વેબસાઇટ પરથી માત્ર માહિતી બુલેટિન ડાઉનલોડ કરવાનુ અને અરજી કરતા પહેલા તેને કાળજીપૂર્વક વાંચવાનું રહેશે.

ઈચ્છુક ઉમેદવારોએ માત્ર CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in દ્વારા ઓનલાઇન અરજી કરવી જરૂરી છે. ઓનલાઈન અરજી-પ્રક્રિયા 20-09-2021 થી શરૂ થશે અને ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 19-10-2021 (મંગળવાર) 23:59 કલાક સુધી છે.

બોર્ડએ પરીક્ષાના વર્તમાન સિલેબસ અને પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. પ્રશ્નપત્રોને વાસ્તવિક જ્ઞાન અને અધિક વૈચારિક સમજ, સમસ્યા-સમાધાન, તર્ક અને મહત્વપૂર્ણ વિચારની આકારણી કરવા માટે તૈયાર કરવામાં આવશે. 

national news central board of secondary education