સારધા ચીટફંડ મામલામાં ફસાયા કોલકાતા પોલીસ કમિશ્નર, કાલે ફરી થશે પૂછપરછ

09 February, 2019 06:11 PM IST  | 

સારધા ચીટફંડ મામલામાં ફસાયા કોલકાતા પોલીસ કમિશ્નર, કાલે ફરી થશે પૂછપરછ

ખરેખરાના ફસાયા કોલકાતા પોલીસ કમિશ્નર

સારધા ચીટફંડ ગોટાળાની તપાસને લઈને CBI પશ્ચિમ બંગાળના કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારની શિલોંગમાં પૂછપરછ કરી રહી છે આ માટે સીબીઆઈના ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાએ દસ સભ્યોની સમિતિની રચના કરી છે. રાજીવ કુમાર શુક્રવારે મેઘાલયની રાજધાની શિલોંગ પહોંચ્યા. એક અધિકારીએ અહીં જણાવ્યું કે અહીં સીબીઆઈ કાર્યાલયમાં અને અન્ય એક અજ્ઞાત સ્થળે સીબીઆઈનું દળ પૂછપરછ કરશે. ANIના અહેવાલ પ્રમાણે, રાજીવ કુમારની ફરી સીબીઆઈની ઑફિસમાં પૂછપરછ કરવામાં આવશે. સાથે સાથે TMCના પૂર્વ સાંસદ કુણાલ ઘોષની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે, ટીમમાં એક SP, 3 DySP, 3 DSP અને ત્રણ ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે. તટસ્થતા બનાવી રાખવા માટે અલગ-અલગ રાજ્યોના અધિકારીઓને લઈને ટીમની રચના કરવામાં આવી છે. આ દસ સભ્યોની ટીમ ચીટફંડ ગોટાળાની તપાસનું નેતૃત્વ કરશે. પોલીસ કમિશ્નરની પૂછપરછ વિશે સીબીઆઈ પત્રના માધ્યથી રાજ્ય સરકારને જાણકારી આપી દીધી છે.

આ પણ વાંચોઃ શારદા ચિટ ફંડ: રાજીવ કુમાર પહોંચ્યા શિલોંગની સીબીઆઈ ઓફીસ

ગોટાળાના તમામ આરોપીઓની થઈ શકે છે પૂછપરછ
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ દરમિયાન સારધા અને રોજવેલી સહિત અન્ય ચિટફંડ ગોટાળા મામલાઓના તમામ આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. દિલ્હીમાં સીબીઆઈ નિર્દેશક ઋષિ કુમાર શુક્લા અને ખાસ ટીમ વચ્ચે થયેલી બેઠકમાં એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ રાજનૈતિક દળોના નેતાઓના નામ સામેલ છે. સૂત્રો પ્રમાણે આ યાદીમાં સામેલ બે નેતાઓને જલ્દી જ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

kolkata mamata banerjee central bureau of investigation