કોલસાચોરીના કેસમાં યુપી અને એમપીમાં સીબીઆઇના દરોડા

03 March, 2021 11:42 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કોલસાચોરીના કેસમાં યુપી અને એમપીમાં સીબીઆઇના દરોડા

પ્રતીકાત્મક તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ પશ્ચિમ બંગાળના આસનસોલ-રાનીગંજ પટ્ટામાં કોલસાના ગેરકાયદે માઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશનના કેસ મામલે મંગળવારે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશનાં ઘણાં સ્થળોએ દરોડા પાડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સીબીઆઇની ઍન્ટિ-કરપ્શન બ્રાન્ચે બે રાજ્યમાં કેસના મુખ્ય આરોપી અનુપ મજી ઊર્ફે લાલા સાથે સાઠગાંઠ ધરાવતી વ્યક્તિઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

મજી સૂકા બળતણના ખરીદ-વેચાણમાં સંકળાયેલી કંપનીનો ડિરેક્ટર છે અને તે ધરપકડને ટાળતો આવ્યો છે. સીબીઆઇએ તેની વિરુદ્ધ નોટિસ પણ જારી કરી છે. સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસકર્તા સંસ્થા મજી સાથે સાઠગાંઠ ધરાવનારા વ્યાવસાયિકો પર ચાંપતી નજર રાખી રહી છે.

તપાસકર્તા સંસ્થાએ મજી વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ ગઈ ૨૮ નવેમ્બરે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ એ ચાર રાજ્યમાં સઘન સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

national news central bureau of investigation uttar pradesh madhya pradesh